Abtak Media Google News

ચોમાસામાં કોઈ પણ આપત્તિ વખતે રાજ્ય કે કેન્દ્ર સરકાર સાથે સીધી વાતચિત થઈ શકે તે માટે સેટેલાઇટ ફોન કાર્યરત કરાયો

જિલ્લા કલેકટરે સેટેલાઈટ ફોન એક્ટિવ કર્યો છે. ચોમાસામાં કોઈ પણ આપત્તિ વખતે રાજ્ય કે કેન્દ્ર સરકાર સાથે સીધી વાતચિત થઈ શકે તે માટે આ સેટેલાઇટ ફોન કાર્યરત કરાયો છે.

રાજકોટ જિલ્લામાં ચોમાસામાં કોઈ પણ સ્થિતિમાં બચાવ કાર્ય થઈ શકે અને સતત સ્થિતિ ઉપર મોનીટરીંગ થઈ શકે તે માટે જિલ્લા કલેકટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગતરોજ સાંજે જિલ્લા કલેકટર દ્વારા સેટેલાઇટ ફોન એક્ટિવ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા સેટેલાઇટ ફોનથી પોતાના મોબાઈલમાં કોલ કરી સેટેલાઇટ ફોન બરાબર રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સેટેલાઇટ ફોન એ સેટેલાઇટ વડે અન્ય કોઈ પણ ડિવાઇસ સાથે કનેક્ટ થઈ શકે છે. ચોમાસામાં કોઈ પણ આપદા વખતે જ્યારે મોબાઈલ ફોન સહિતના ડિવાઇસના નેટવર્ક ખોરવાઈ જાય ત્યારે ઇમરજન્સી માટે કે મદદ માટે સેટેલાઇટ ફોન ઉપયોગી સાબિત થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.