Abtak Media Google News

રૂ. 100 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ : ત્રણ બ્લોક સાથે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ તેમજ 11 માળની હોસ્પિટલમાં 500 બેડ તેમજ 8 ઓપરેશન થિયેટર સહિતની અદ્યતન સુવિધાઓ

રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના હબ સમાન રાજકોટમાં આરોગ્યલક્ષી અદ્યતન સુવિધાઓ મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ ખાતે મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ કાર્યરત છે. આ સાથે પ્રસૂતા વિભાગની રસુલખાન ઝનાના ગાયનેક હોસ્પિટલ (મેટરનીટી ચાઇલ્ડ હેલ્થ બ્લોક)નું નવનિર્માણ કાર્ય હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેની કામગીરીની સમીક્ષા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં કાર્યરત એજન્સી દ્વારા કલેકટરને પ્રોગ્રેસ રિપોર્ટ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે આજરોજ હોસ્પિટલની સ્થળ વિઝીટ પણ લીધી હતી.

સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે ઝનાના હોસ્પિટલનું ક્ધસ્ટ્રક્શનનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આશરે રૂ. 100 કરોડના ખર્ચે  નિર્માણાધીન આ હોસ્પિટલમાં ગાયનેકના 250 બેડ તેમજ પીડિયાટ્રિકના 250 બેડ મળી કુલ 500 બેડ સાથે 8 ઓપરેશન થિયેટર સહીતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ  તેમજ 11 માળ તૈયાર કરવામાં આવ્યા છે. સમીક્ષા બેઠકમાં સિવિલ અધિક્ષક આર.એસ. ત્રિવેદી, ડો. પંકજ બુચ, ડો. કમલ ગોસ્વામી, પી.આઈ.યુ. યુનિયનના સિવિલ એન્જીનીયર્સ સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.