Abtak Media Google News

૩૦મી સુધી એકતા યાત્રા ચાલશે: વોર્ડ વાઈઝ એકતા રથની પુજા અને આરતી કરાશે: પત્રકાર પરીષદમાં માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની

અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમાનું આગામી ૩૧મીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે તે પૂર્વે રાજય સરકાર દ્વારા ગઈકાલથી રાજયભરમાં એકતા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Dsc0219

રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી ૨૨ થી ૩૦ ઓકટોબર દરમિયાન શહેરના તમામ ૧૮ વોર્ડમાં એકતા યાત્રા યોજાશે તેમ આજે પત્રકાર પરીષદમાં માહિતી આપતા મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

Dsc0229

 

પત્રકાર પરીષદમાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આગામી ૨૨મીથી રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં એકતા યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં ૨૨મીએ વોર્ડ નં.૧ અને ૨, ૨૩મીએ વોર્ડ નં.૩ અને ૪, ૨૪મીએ વોર્ડ નં.૫ અને ૬, ૨૫મીએ વોર્ડ નં.૭ અને ૮, ૨૬મીએ વોર્ડ નં.૯ અને ૧૦, ૨૭મીએ વોર્ડ નં.૧૧ અને ૧૨, ૨૮મીએ વોર્ડ નં.૧૩ અને ૧૪, ૨૯મીએ વોર્ડ નં.૧૫ અને ૧૬, ૩૦મીએ વોર્ડ નં.૧૭ અને ૧૮માં એકતા યાત્રા નિકળશે. જેમાં એકતા યાત્રાનું સ્વાગત ફુલની પાંખડીઓથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી, પુજા-આરતી, મહાનુભાવોનું સંબોધન, ફલેગ ઓફ અને રથનું બોર્ડના નિયત રીટ પર પ્રસ્થાન કરાવવામાં આવશે.

Dsc0226 1

એકતા યાત્રાના સમાપન દરમિયાન એકતા રથની પુજા અને આરતી કરવામાં આવશે. રાજકોટમાં એકતા યાત્રા સફળતાપૂર્વક પાર પડે તે માટે મહાપાલિકા દ્વારા અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે.

Dsc0243

એકતા યાત્રા દરમિયાન એકતા ગરબા, રાષ્ટ્રીય એકતા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગેની મુવી કલીપનું પણ નિદર્શન કરવામાં આવશે. જે વોર્ડમાં એકતા યાત્રા નિકળવાની હશે ત્યાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

Dsc0239

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.