Abtak Media Google News

છેલ્લા દોઢ દાયકાથી કોંગ્રેસ મહાપાલિકામાં સ્ટેઅવિહોનની છે.બીજી શબ્દોમાં કહેવામાં આવે તો પાંચ દાયકામાં કોંગ્રેસને માત્ર એક જ વખત સત્તા સુખ પ્રાપ્ત થયું છે.ચુંટણી સમય ‘હમ સાથ સાથ હે’નું વાજુ વગાડતી કોંગ્રેસ ચૂંટણી પૂરી થતાની સાથે જ ‘હમ આપકે હે કોન’ જેવા ટ્રેલરમાં આવી જાય છે.

મહાપાલિકાની ગત ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર વોર્ડ નં.૧૫માં ચાર બેઠકો પ્રાપ્ત થવા પામી છે.એક જ વૉર્ડ અને ગણીને માત્ર ચાર કોર્પોરેટરો હોવા છતાં કોંગ્રેસમાં કાળો કકળાટ ચાલી રહ્યો છે.ચાર કોર્પોરેટરો પણ અલગ અલગ બે જૂથમાં વેચાય ગયા છે. વિપક્ષી નેતા એકલા અટુલા છે તો સામે સાગઠીયા જૂથમાં ત્રણ કોર્પોરેટર છે.

વોર્ડ નં.૧૫માં કોંગ્રેસના ચાર કોર્પોરેટરો બે જૂથમાં વેચાયાં: વિપક્ષીનેતા એકલાઅટૂલા અન્ય ત્રણ કોર્પોરેટરનું અલગ જૂથ

એક જ પ્રશ્નની રજૂઆત માટે એક વોર્ડમાંથી બબ્બે આવેદન સહિતની બનતી ઘટનાઓ વિપક્ષી નેતાએ ડેશબોર્ડ શરૂ કર્યું ત્યારે સાથી કોર્પોરેટરો જ રહ્યા ગેરહાજર,તો આજે વૉર્ડના પ્રશ્ને ધરણામાં વિપક્ષી નેતાના ડોકાયાં

પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા તરીકે ભાનુબેન સોરાણીની નિમણૂક કરાયા બાદ કોંગ્રેસમાં જાણે કકળાટના બીજ રોપાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો પૈકી કોંગ્રેસના ફાળે માત્ર વોર્ડ નં.૧૫ની ચાર બેઠકો આવી છે છતાં આ ચારેય નગરસેવકોને એક સાંકળે બાંધી રાખવામાં શહેર કોંગ્રેસ સમિતિના નેતાઓ ટૂંકા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

પ્રદેશ પણ ધણી ધોરી વગરનું હોવાના કારણે જૂથવાદ સામે લાલ આંખ કરવાવાળું કોઈ છે નહીં જેથી જૂથવાદનો જવાળામુખી ફાટી નીકળ્યો છે. સામાન્ય રીતે જ્યારે કોઈ એક જ વિષય અંગે રજૂઆત કરવાની હોય તો અલગ અલગ વૉર્ડના નગરસેવકો પણ સાથે મળીને રજૂઆત કરતા હોય છે.પરંતુ કોંગ્રેસના ચાર કોર્પોરેટરો કોઈ એક મુદ્દા અંગે પણ અલગ અલગ બે આવેદનો આપે છે.આવી ઘટના અગાઉ બની ચૂકી છે.આવાસ યોજનાના ફ્લેટ ભાડે આપવા માટે એજન્સને કોટ્રાક્ટ ના આપવા અંગે પૂર્વ વિપક્ષી નેતાએ વશરામ સાગઠિયા રજૂઆત કરી હતી. તો આ મતલબની રજૂઆત ભાનુબેન સોરણી દ્વારા પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે હાલ ચોમાસાની સિઝનમાં વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના ડિમોલિશન ન કરવા અંગેની રજૂઆત પણ કોંગ્રેસના ચાર કોર્પોરેટરના બે જૂથ દ્વારા અલગ અલગ રીતે કરવામાં આવી હતી. તાજેતરમાં વિરોધપક્ષના નેતા ભાનુબેને ડેશબોર્ડનો આરંભ કરાવ્યો હતો.આ વેળાએ તેના વૉર્ડના સાથી ત્રણેય કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. દરમિયાન આજથી વેક્સિનેશન ઓલનો શુભારંભ દ્વારા અલગ-અલગ આરોગ્ય કેન્દ્ર ખાતેથી કરવામાં આવ્યો છે.જેનું આમંત્રણ આપવામાં વૉર્ડ નંબર ૧૫ના વોર્ડ ઓફિસરે દાખવેલી ભેદભાવ ભરી નીતિના વિરોધમાં વોર્ડના ચાર પૈકી ત્રણ કોર્પોરેટર પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા મકબુલ દાઉડાણી અને કોમલબેન ભારાઈ ધરણા પર બેસી ગયા હતા.

પોતાના વૉર્ડનો જ કાર્યક્રમ હોવા છતાં વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી ધરણાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા.જોકે ધરણાં દરમિયાન મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ વોર્ડ ઓફિસર સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની સુચના અને ખાત્રી આપતાં કોંગ્રેસના કોર્પોરેટ ધરણા કાર્યક્રમ સમેટી લીધો હતો.મહાપાલિકાની ચૂંટણી સમયે જ ટિકિટની વહેંચણી પેલાએ કોંગ્રેસમાં કકડાટ ફાટી નીકળ્યો હતો.જે ચૂંટણી પૂર્ણ થયા બાદ વધુ ભીષણ બન્યો હોય તેવું લાગી રહ્યું છે.માત્ર એક જ વોર્ડ અને ચાર કોર્પોરેટર હોવા છતાં કોંગ્રેસ સંપીને રહી શકતી નથી.વિધાનસભા ચૂંટણીને આડે હવે દોઢ વર્ષનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે જો કોંગ્રેસે રાજકોટની ચાર પૈકી એક પણ વિધાનસભા બેઠક જીતવી હશે તો આવીને સંગઠન મજબૂત બનાવવું પડશે અન્યથા રાજકોટમાંથી કોંગ્રેસ લોક થઈ જશે.

વોર્ડ નં.૧૫ના વૉર્ડ ઓફિસરનું કામ ભાજપના કાર્યકર જેવું:કોંગી કોર્પોરેટરના ધારણા

તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા તમામ વોર્ડ ઓફિસરોની અરસપરસ બદલી કરી દેવામાં આવી છે.દરમિયાન વોર્ડ નં.૧૫ના વૉર્ડ ઓફિસરનું કામ જાણે સરકારી કર્મચારી નહીં પરંતુ ભાજપના કાર્યકરોએ તેવું છે.આજે ૧૮ થી ૪૪ વર્ષના તમામ લોકોને વેક્સિનેશન આપવા માટે આરોગ્ય કેન્દ્ર ખાતેથી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.

ત્યારે વોર્ડ નં.૧૫ના વોર્ડ ઓફિસરે માત્ર ગણતરીની મિનિટો પહેલાં જ વોર્ડના કોંગી કોર્પોરેટરોને આમંત્રણ આપ્યું અને તેઓ પહોંચે તે પહેલાં જ કાર્યક્રમ સમેટી લીધો. જેના વિરોધમાં પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા,કોર્પોરેટર મકબુલ દાઉદાણી અને કોમલબેન ભારાઈ કમિશનર ચેમ્બર બહાર ધરણા પર બેસી ગયા હતા.દરમિયાન કમિશનરે વોર્ડ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપતા તેઓએ ધરણાનો અંત આણ્યો હતો.

તેવો આક્ષેપ પણ લગાવ્યો હતો કે, વોર્ડ ઓફિસર ભાજપના કાર્યકર હોય તે રીતે કામ કરી રહ્યા છે.વોર્ડના કોંગી કોર્પોરેટરોને ગણતરીની મિનિટ પહેલા જાણ કરાઈ જ્યારે વોર્ડના ભાજપના પ્રમુખ મહામંત્રી કે સંગઠ્ઠનના અન્ય હોદેદારોને ફોન કરી કાર્યક્રમમાં બોલાવવા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.