Abtak Media Google News

જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવાની પણ માંગણી: મ્યુનિ.કમિશનરને આવેદન અપાયું

હોસ્પિટલ ચોકમાં બની રહેલ ઓવરબ્રિજએ સિવિલ હોસ્પિટલ, કોર્ટ કેમ્પસ, બેંક અને મોચી બજાર, પરા બજાર વેપારી સ્થાનોને નડતી ટ્રાફીક સમસ્યા માટે આશીર્વાદ રૂપ બની શકે તેમ છે. બ્રીજનું કામ સમયસર પૂર્ણ ન થવાના વિરોધમાં આજે વકીલો તથા કોંગી અગ્રણી દ્વારા નવતર કાર્યક્રમ અપાયો હતો. ખાડાનું પુજન કરાયું હતું. કરોડોના કામમાં કરોડોની રકમ ઓનમાં ચુકવવામાં આવી રહી હોવા છતાં સ્ટીલ, સિમેન્ટના ભાવ વધારાના નામે કરોડોનો વધારાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો.

Dsc 0246

આમ આ કામના જવાબદાર એન્જીનીયર દ્વારા આ કામની જવાબદાર એજન્સી સાથે સાંઠ-ગાંઠ કરી ટેકનીકલ કારણો ઉભા કરી પ્રજાની તિજોરીને મોટું આર્થીક નુકશાન પહોચાડેલ છે અને તેમ છતાં આ બ્રીજની કામગીરી સમય મર્યાદામાં પુરી કરવામાં શાસકો નાદાર પુરવાર થયા છે અને બબ્બે વખત વધારાના નાણા સાને વધારાની મુદ્દત પાડવી પડી છે અને હવે નવરાત્રી સુધીની ત્રીજી મુદત પાડવામાં આવી છે.

ઓવરબ્રીજની કામગીરીથી છેલ્લા બે વર્ષથી અનેક વિક્ષેપો ઉભા થયા છે. કોર્ટમાં આવતા ન્યાયધિશો – ન્યાય મેળવવા આવતા અસીલો – અરજદારો – એડવોકેટો અને પોલીસ જાપ્તાના માણસો સૌ કોઈ માટે પાર્કિંગ સમસ્યા શરદર્દ સમાન છે. આ ઉપરાંત સમયસર પહોંચવામાં તેમજ એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં જવાની પણ મોટી સમસ્યા છે. બ્રીજની કામગીરીના કારણે કોર્ટની આજુબાજુમાં સતત પ્રદૂષણ યુકત અને ઘોઘાટ ભર્યા વાતાવરણ રહે છે તેમજ આ બ્રીજની નીચે બે જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.

કોર્ટની બિલ્ડીંગમાં વરસાદી પાણી ભરાવાના કારણે અને ડ્રેનેજ કુંડીઓ બ્રીજના કામને કારણે ચોકઅપ થઈ જવાથી પણ કોર્ટ કેમ્પસમાં અનેક આરોગ્ય વિષયક સમસ્યાઓ પણ સર્જાય છે. ત્યારે આ કામગીરી બાબતનો પ્રોગ્રેસીવ રીપોર્ટ ન્યાયપૂર્ણ રીતે ચકાસી આ બ્રીજની સમગ્ર કામગીરી બાબતે વિઝીલન્સ તપાસ કરાવી આ કામના જવાબદાર એન્જીનીયર, આ કામની એજન્સી સહીતનાઓ સામે ફરજ બેદરકારી અને ઢીલી કામગીરી સબબ શિક્ષાત્મક-દંડાત્મક પગલાઓ ભરવા તેમજ ડો. બાબાસાહેબ આંબેડકર ચોક પાસેના ડાયવર્ઝનમાં તેમજ ખટારા સ્ટેન્ડ પાસેના ચોકમાં હંગામી ધોરણે તાત્કાલીક ડામર પાથરવા આદેશ કરવા અને આ બ્રીજની બાકી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવા ધારાશાસ્ત્રી અશોકસિંહ વાઘેલા અને ડો.જીજ્ઞેશ જોશી દ્વારા મ્યુનીસિપલ કમિશનરને રજૂઆત કરાય હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.