Abtak Media Google News

આદિવાસી સમાજને કોંગ્રેસની સરકારે આપેલા તમામ અધિકારો, રક્ષણો છીનવવાનું કામ થઈ રહ્યું છે: અશોક ડાંગર

રાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસ  દ્વારા આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની અધ્યક્ષ સ્થાને સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમ યોજી ભાજપના શાસનમાં લોકોની આઝાદી ખતમ થઈ ગઈ છે. લોકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે. જે રીતે આદિવાસી સમાજને જળ, જંગલ અને જમીન એમનો અધિકાર છે જેના માટે કોંગ્રેસની સરકારે અનેક કાયદાઓ થી એમને રક્ષણો આપ્યા એ તમામ અધિકારો, રક્ષણો છીનવવાનું કામ થઈ રહ્યું છે.

આદિવાસી વિસ્તારોમાં ખાણ-ખનીજ-પાણીના નિયંત્રણ અને ઉપભોગ ગ્રામસભા મારફત થતા નથી. આદિવાસી સમાજના-શિક્ષણ, નોકરી, બઢતીના અધિકારો ભાજપ સરકારે છીનવી લીધા. તેમજ ઘરવિહોણા પરિવારો માટે 100 ચો.વારના પ્લોટનો અમલ બંધ. આદિવાસી વિસ્તારમાં પેસા કાયદાના અમલમાં ધાંધિયા એજ રીતે આદિવાસી સમાજની સાથે સાથે દલિત સમાજ, બક્ષીપંચ સમાજ, લઘુમતી સમાજ આ તમામ ગરીબ, મધ્યમવર્ગ, સામાન્ય વર્ગના લોકોના પોતાના સંવિધાનિક હકો છીનવાઈ રહ્યા છે ત્યારે તમામ સમાજના લોકો એક થઈ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવે અને ક્રાંતિની શરૂઆત કરે તે સાથે રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમ યોજી તમામ સમાજના લોકોને જાગૃત કરવા આજરોજ વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, શહેર આગેવાન જસવંતસિંહ ભટ્ટી, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, રહીમભાઈ સોરા, પ્રવીણભાઈ મૈયડ, ભાર્ગવભાઈ પઢીયાર, વોર્ડ પ્રમુખ ગીરીશભાઈ ઘરસંડિયા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આશવાણી, સલીમભાઈ કારીયાણીયા, રણજિત મુંધવા, ભાવેશભાઈ પટેલ, હાર્દિક રાજપૂત, જગદીશભાઈ સાગઠીયા, રાજુભાઈ ચાવડા, હિરલબેન રાઠોડ, સહિતનાઓની પોલીસે અટકાયત કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.