Abtak Media Google News

પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા 20મી સુધી ચાલશે કરૂણા અભિયાન

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા વહેલી સવારે 6 થી 8 તથા સાંજે 4 થી 6 પતંગ ન ઉડાડી તેમજ પ્રતિબંધિત ચાઇનીઝ દોરા, કાચ પાયેલા પાકા દોરા, તુક્કલનો ઉપયોગ ન કરી પક્ષીઓના જીવન બચાવવા લાગણી સભર અપીલ

તાત્કાલીક સારવાર રેસ્કયુ માટે કરૂણા એમ્બ્યુલન્સ-1962, 98984 99954, 98980 19059, ડિસ્ટ્રીક્ટ ડીઝાસ્ટર કંટ્રોલરૂમ નં.0281-2471573 ટોલ ફ્રી નં.1077 પર સંપર્ક કરવા વિનંતી

અભિયાનના દિવસો દરમ્યાન તા.20 સુધી સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. જીવો જીવવા દો અને જીવાડોની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગ આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે વોટસએપ નંબર તથા વેબસાઇટ પર કાર્યરત કર્યા છે. એટલું જ નહીં, પશુપાલન વિભાગના હેલ્પલાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.

આગામી ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે 700 થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો 620થી વધારે તબીબો તેમજ 6000 ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. પાછલા પાંચ વર્ષોમાં અંદાજે 50 હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર સુશ્રુષા કરવામાં આવી છે.

કરૂણા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, અધિક કલેક્ટર કેતનભાઇ ઠક્કર, ગુજરાત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડના સભ્ય મિતલ ખેતાણી તથા સાથી ટીમ, ડીસીએફ રવિ પ્રસાદ, કરૂણા ફાઉન્ડેશન, ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇનના પ્રતિક સંઘાણી, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના જયેશ ઉપાધ્યાય, ચંદ્રકાંતભાઇ શેઠ, રાજકોટ મહાનગરપાલિકા, વન વિભાગ, નાયબ પશુપાલન નિયામક ડો.ખાનપરા સહિતના દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં ચાર્ટમાં આપેલા નંબરો તા.10 થી તા.20 જાન્યુઆરી સુધી ઘવાયેલા પક્ષીઓની નિ:શુલ્ક સારવાર માટે કાર્યરત રહેશે. કરૂણા અભિયાન-2022 અંતર્ગત પક્ષી નિદાન કેન્દ્રની માહિતી માટે વોટ્સએપ મો.નં.83200 02000 નંબર ‘Karuna’ મેસેજ લખી https:/bit.karunaabhiyanઉપર ક્લીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. કરૂણા અભિયાન અને હેલ્પલાઇન નંબર (1962, 98984 99954, 98980 19059, ડીસ્ટ્રીક્ટ ડીઝાસ્ટર કંટ્રોલરૂમ નંબર- 0281-2471573, ટોલ ફ્રી નં.1077)નો વિસ્તૃત પ્રચાર કરી અબોલ પક્ષીઓને બચાવવાનો સઘન પ્રયાસ કરશે.

જિલ્લામાં આ અભિયાન અંતર્ગત વાહનો નક્કી કરી તેના પર બેનર અને અન્ય પ્રચાર માધ્યમો ગોઠવી, જનજાગૃતિ કેળવવાની કાર્યવાહી કરાશે. મહાનગરપાલિકા પશુપાલન અને વન વિભાગની કચેરીઓના વાહનો નક્કી કરી ઘાયલ થયેલા પક્ષીઓને પશુ દવાખાના સુધી લઇ જવાની (શક્ય હશે ત્યાં સુધીની) વ્યવસ્થા ગોઠવાશે.

જિલ્લામાં આવેલ તમામ પશુ ચિકિત્સકો, (સરકારી તેમજ અન્ય ખાનગી)ની ટીમો બનાવીને પશુ દવાખાનામાં સતત કાર્યરત રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરા તેમજ ચાઇનીઝ તુક્કલ વેંચતા વેપારીઓ પર રેડ પાડવામાં આવશે. આગામી મકરસંક્રાંતિ પર્વ નિમિતે SPCA અને જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા સમગ્ર જિલ્લામાં પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે. જિલ્લાના તમામ તાલુકા સ્તરના 20 થી વધુ પશુ દવાખાનામાં 30 થી વધુ વેટરનરી ડોક્ટરોની ટીમ હાજર રહેશે અને પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર સુક્ષુષા કરશે.

જિલ્લાના કંટ્રોલરૂમ

પશુ દવાખાના                                      મોબાઈલ નંબર

કુવાડવા ગવરીદડ, રાજકોટ, સરધાર- 9879420612, 9574528976

ઉપલેટા, ભાયાવદર, પાનેલી – 9726631439, 9879746656

વિરનગર ભાડલા, જસદણ – 9879803432

રામોદ, કોટડાસાંગાણી – 8160690990, 9726167456

ગોમટા, ગોંડલ – 9687989682, 9726167465

વિછીંયા – 9662072286

દડવી, જામકંડોરણા – 7016361987

વિરપુર, જેતપુર – 9726384529, 9825814329

ધોરાજી – 9825318354, 9979649959

હડમતીયા, ખંભાળા, પડધરી – 9426247240, 7574950205

લોધિકા, ખાંભા – 9825650145, 9909305505

શહેરના કન્ટ્રોલ રૂમ

ત્રિકોણબાગ- 9898019059/9898499954

પેડક રોડ- 9898019059/9898499954

આત્મીય કોલેજ પાસે, કાલાવડ રોડ- 9898019059/9898499954

કિશાનપરા ચોક- 9898019059/9898499954

માધાપર ચોકડી પાસે – 9898019059/9898499954

કરૂણા એનિમલ હોસ્પિટલ, ગોંડલ રોડ ચોકડી પાસે, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, વાવડી- 9898019059/9898499954

રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, નદીના કાંઠે, ભાવનગર રોડ- 0281-2457019

જીવદયા ઇમ્પીરીયલ હાઇટ્સ, બીગ બજાર સામે- 9409743362

પંચનાથ એનીમલ હોસ્પિટલ, પંચનાથ મંદિર- 94285 17600

શેણી મેમોરીયલ ટ્રસ્ટ (એનીમલ ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઇન શેલ્ટર) શેંયાંશ સ્કુલ પાસે, એફ.સી.આઇ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત પ્રિન્સેસ સ્કુલના ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ – 9898019059/9898499954

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.