Abtak Media Google News

રાજકોટ: આજે એસટી બસના ડ્રાઈવર-કંડકટર દ્વારા આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતભરમાં 150 કરતા વધુ એસટીના કર્મચારીઓનું કોરોનામાં નિધન થતાં સરકાર સમક્ષ કરવામાં આવેલા વિરોધ સતત લોકોની વચ્ચે રહેતા એસટીના કર્મચારીઓ કોરોનાના ભોગ બન્યા છે સરકાર તેઓને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સમાં જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે. સરકારના વિરોધમાં મુકેશસિંહ જાડેજા નામના કર્મચારીએ મુંડન કરાવી વિરોધ અને મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ઓનલાઈન ફાળામાં રૂ.1 લાખ તો એકઠા થઇ ગયા છે. પરંતુ તે અપૂરતી જણાતા હવે બસસ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે. રાજકોટ એસટી ડિવીઝનના લાઈન ચેકિંગ સ્ટાફના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર મુકેશસિંહ જાડેજા અને આર.પી.સોલંકીએ રાજકોટ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, જામનગર અને અમરેલી વિભાગમાં કોરોનાથી મૃત્યુ પામતા કર્મચારીના પરિવારને ઓછામાં ઓછી રૂ.10 હજારની સહાય કરી શકાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

લાઈન ચેકિંગના અધિકારી મુકેશસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 100થી વધુ એસટી કર્મીઓ માટે ઓક્સિજન સિલીન્ડરની વ્યવસ્થા કરી છે. એસટી કર્મી કોરોના સંક્રમિત થાય તો તેને હોસ્પિટલ પહોચાડવામાં મદદ કરી અને હાલ અત્યાર સુધીમાં ત્રણ કર્મીઓ માટે મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપી છે. માટે ગત 7મેથી ઓનલાઈન ફાળો ઉઘરાવવાનું શરૂ કરતા એક અઠવાડિયામાં રૂ.1 લાખ એકઠા થયા છે. જોકે હવે ડિવીઝનના તમામ બસ સ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે. જેમાં એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલે રૂ.1100 સહીત​​​ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત મુસાફરો પણ સહાય કરી રહ્યાં છે. ત્યારે સરકારને એટલી જ વિનંતી છે કે એસટીના કર્મીઓને વહેલી તકે કોરોના વોરિયર્સ જાહેર કરી રૂ.25 લાખની સહાય આપવામાં આવે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.