Abtak Media Google News

એમઆઇજી કેટેગરીના આવાસ માટે હવે 30 જૂન સુધી ફોર્મ મેળવી શકાશે અને પરત કરી શકાશે: સત્તાવાર જાહેરાત

કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનાવવામાં આવી રહેલા એમઆઇજી કેટેગરીના 1268 પૈકી ખાલી પડેલા 769 આવાસ માટે ફોર્મ મેળવવાની અને પરત કરવાની મુદ્ત વધુ એક વખત લંબાવવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્ર દિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવ્યું છે કે એમઆઇજીના 1268 આવાસોના બાંધકામની કામગીરી હાલ ચાલુ છે. જે પૈકી હાલ ખાલી રહેલ 769 આવાસ અને ભવિષ્યમાં ખાલી પડનાર આવાસ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફોર્મ વિતરણ માટે વિશેષ તા.30 જૂન સુધીની મુદત લંબાવવામાં આવેલ છે.

આવાસ યોજનાના ફોર્મ શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી 6 શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે. ઓફલાઈન માટે ફોર્મની ફી રૂ.100 રહેશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરનારને ફી રૂ.50 આપવાની રહેશે. એમઆઇજીના આવાસની કિંમત રૂ.18 લાખ અને ફોર્મ સાથે રૂ.20,000 ડીપોઝીટ ભરવાની રહેશે. કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.6.00 લાખ થી રૂ.7.50 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

આવાસમાં અંદાજીત 60.00 ચો.મી. કાર્પેટ રહેશે, જેમાં બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, એટેચ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્કની, સાથે સુવિધા આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર આવાસ યોજનાના ફોર્મ વિતરણ અને પરત આપવાનો સમય સવારે 10:30 થી સાંજે 04:00 કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો અને પરત જમા કરવાનો સમય સવારે 11:00 થી બપોરે 03:00 વાગ્યા સુધીનો રહેશે.રાજકોટ મહાનગરપાલિકાની ઠઠઠ.છખઈ.ૠઘટ.ઈંગ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.