રાજનગર ચોકમાં બે સ્થળેથી ચાની ભૂકીના નમૂના લેતું રાજકોટ કોર્પોરેશન

માંડા ડુંગર વિસ્તારમાં ખાણી પીણીની 20 દુકાનોમાં ચેકીંગ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે રાખી માંડા ડુંગર આજીડેમ ચોક્ડી વિસ્તારમાં ખાણી-પીણીના 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં  20 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ચેકીંગ દરમિયાન રાધેક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર,બાલાજી ફરસાણ એન્ડ સ્વીટ,રાધેક્રિષ્ના ડેરી ફાર્મ,સીતારામ સેલ્સ એજન્સી,શિવ પ્રોવિઝન સ્ટોર ,શિવ ડેરી ફાર્મ,ખોડિયાર કોલ્ડડ્રિંક્સ,યશસ્વી પ્રોવિઝન સ્ટોર ,ધાર્મી મેડિસિન્સ ,ભોલે પાન ,ડિલક્સ પાન એન્ડ  કોલ્ડડ્રિંક્સ ,વાળીનાથ કોલ્ડડ્રિંક્સ ,બંસીધર પાન એન્ડ  કોલ્ડડ્રિંક્સ,વેલનાથ કોલ્ડડ્રિંક્સ ,જલારામ ફરસાણ માર્ટ ,ખોડિયાર પુરી શાક ,નવદુર્ગા પાન ,ક્રિષ્ના જ્યુસ એન્ડ કોલ્ડડ્રિંક્સ ડિલક્સ કોલ્ડ્રીંક્સ અને કનૈયા ફરસાણમાં  ખાદ્યચીજનાં નમુનાની ચકાસણી કરવામાં આવી હતી.આ ઉપરાંત નાના મવા રોડ પર રાજનગર ચોક જય સિયારામ ટી સ્ટોલ અને ચામુંડા ટી સ્ટોલમાંથી ચાની ભૂકીના નમૂના લેવામાં આવ્યા હતા.