રાજકોટ કોર્પોરેશન જનભાગીદારીથી 15 ટ્રાફિક સર્કલો ડેવલોપ કરશે

ઓફર આપવા માટે ટેન્ડર પ્રસિદ્ધ : મેયર ડો.પ્રદિપ ડવની જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  શહેરના મુખ્ય માર્ગોનું ડેવલોપમેન્ટ અને આવા મુખ્ય માર્ગો પર આવેલ સર્કલોની સુંદરતામાં વધારો થાય તેવા હેતુથી  જનભાગીદારીથી 15 સર્કલો ડેવલોપ કરવાની ઓફર આપવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છે.તેમ મેયર ડો.પ્રદીપ ડવ દ્રારા જાહેરાત કરવામાં આવી છે.જેમાં વેસ્ટ ઝોનમાં  વગડ ચોકડી (મવડી પાલ રોડ)  જેટકો ચોકડી (મવડી કણકોટ રોડ) ગોવર્ધન ચોક (150 ફુટ રીંગ રોડ),  પુનિતનગર સર્કલ, (150 ફુટ રીંગ રોડ) પંચાયત ચોક  (યુનિવર્સીટી રોડ) અને  આકાશવાણી ચોક, (યુનિવર્સીટી રોડ) વગેરે ટ્રાફિક સર્કલ જનભાગીદારીથી ડેવલોપ કરવા  ઇચ્છુક સંસ્થા/પેઢીઓએ પ્રતિ સર્કલ દીઠ વાર્ષિક પ્રીમિયમ આધારિત ઓફર 6 ઓગસ્ટ  સુધીમાં મોકલી આપવાની રહેશે. ઈસ્ટ ઝોનમાં નંદા હોલ સર્કલ, (કોઠારીયા રોડ),  આહિર સર્કલ, (નહેરૂનગર 80 ફુટ રોડ) પટેલ ચોક સર્કલ, (નહેરૂનગર 80 ફુટ રોડ)  પાંચ રસ્તા, (સ્વાતી પાર્ક મે.રોડ), (કોઠારીયા વિસ્તાર), આજીડેમ સર્કલ, (ભાવનગર રોડ) જનભાગીદારીથી ડેવલોપ કરવા ઇચ્છુક સંસ્થા/પેઢીઓએ પ્રતિ સર્કલ દીઠ વાર્ષિક પ્રીમિયમ આધારિત ઓફર 4 ઓગસ્ટ સુધીમાં મોકલી આપવાની રહેશે.  સેન્ટ્રલ ઝોનના મ જલારામ ચોક( વાણીયા વાડી),ચૌધરી હાઈસ્કુલ ચોક, (બહુમાળીભવન રોડ), સ્વામીનારાયણ ચોક, (કૃષ્ણનગર મેઈન રોડ) અને માલવિયા ચોક  (ડો.યાજ્ઞિક રોડ) વગેરે સર્કલ જનભાગીદારીથી ડેવલોપ કરવા  ઇચ્છુક સંસ્થા,પેઢીઓએ પ્રતિ સર્કલ દીઠ વાર્ષિક પ્રીમિયમ આધારિત ઓફર 5 ઓગસ્ટ સુધીમાં મોકલી આપવાની રહેશે.