Abtak Media Google News

૯ ફેબ્રુઆરી સુધી ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિભાગોમાં ખાલી પડેલી ૧૨૨  જુનિયર ક્લાર્કની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેના માટે ઈચ્છુક વ્યક્તિઓ આગામી ૯ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકા દ્વારા ૧૨૨ જુનિયર કલાર્કની ભરતી માટે ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવી છે. કોઈપણ યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક થયેલા વ્યક્તિ જુનિયર ક્લાર્કની અરજી કરી શકશે  સરકારના નિયમ મુજબ કોમ્પ્યૂટર વિષયની લાયકાત ધરાવતા હોવા જોઈએ. અંગ્રેજી કે ગુજરાતીમાં ડેટા એન્ટ્રી વર્ક માટે પ્રતિ મિનિટ ૧૭ અક્ષરની સ્પીડ પણ ધરાવતા હોવા જોઈએ.પસંદગી થનારા ઉમેદવારને પાંચ વર્ષ સુધી ફિક્સ ૧૯૫૫૦ પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ તેની સેવા સંતોષકારક  જણાશે તો તેને સાતમા પગાર પંચ મુજબ પગાર ચૂકવવામાં આવશે. ઉમેદવારની વય મર્યાદા ૧૮ થી ૩૦ વર્ષ રાખવામાં આવી છે આરક્ષિત વર્ગના ઉમેદવારની ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છુટછાટ આપવામાં આવશે.મહીલા ઉમેદવાર આરક્ષિત વર્ગની જગ્યા પર અરજી કરશે તો તેમણે પાંચ વર્ષની છુટછાટ બાદ તથા પાંચ વર્ષ મહિલા અનામત એમ કુલ ૧૦ વર્ષની છુટછાટ આપવામાં આવશે.મહાપાલિકાના કર્મચારીને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.