રાજકોટ: કોર્પોરેશનનો કાફલો યુનિવર્સિટી રોડ પર ત્રાટક્યો

ટેક્સ બ્રાન્ચે 6 આસામીઓ પાસેથી રૂા.24 લાખથી વસુલાત કરી: ખાણીપીણીની 32 દુકાનોમાં ચેકિંગ, 42 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ

કોર્પોરેશન દ્વારા “વન વીક, વન રોડ” ઝુંબેશ અંતર્ગત યુનિ. રોડ રોડ ખાતે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે.

વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં. 9 અને 10 માં સત્યમ-2 કોમ્પલેક્સ, શિવમ કોમ્પલેક્સ, કે-કોર્નર, હરભોલે આર્કેડ-2, વિનિત એપાર્ટમેન્ટ, ફોર્ચ્યુન સ્ક્વેર, પાર્થ પ્લાઝા, હર ભોલે આર્કેડ, ક્રિષ્ના કોનાર્ક, દ્વારકેશ એપા., માનવ આર્કેડ, ન્યુ. એમ્પાયર બિલ્ડિંગ, ગંગા જમના સરસ્વતી એપા., વિગેરે માંથી કુલ 52 મિલ્કતો પાસેથી કુલ રૂ. 17 લાખ 19 હજાર રૂપિયાના મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવેલ, વિશેષમાં કુલ 34 આસામીઓ પાસેથી કુલ રૂ. 6 લાખ 77 હજાર ની વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવેલ, જ્યારે વ્યવસાય વેરા માટે કુલ 135 આસામીઓને સુનવણી નોટીસ આપવામાં આવેલ છે. કુલ 86 આસામીઓ પાસેથી 23,96,000/- ની વસુલાત કરવામાં આવી હતી.

બાંધકામ શાખા દ્વારા સ્ટોર્મ વોટર મેનહોલ સફાઇ સંખ્યા-7, ડ્રેનેજ મેન હોલ સફાઇ સંખ્યા-51, પાણીની વાલ્વ  ચેમ્બેર સફાઇ સંખ્યા-22, ફુટપાથ રીપેરીંગ 8, પેવીંગ બ્લોરક રીપેરીંગ 5, રબ્બીશ ઉપાડવાનું કામ 15 કામગીરી કરવામાં આવેલ.દબાણ હટાવ શાખા દ્વારા  120 ચીજવસ્તુ જપ્ત કરાય હતી. ફૂહ શાખા દ્વારા 32 સ્થળે ચેકિંગ હાથ ધરાયું હતું. 11ને નોટિસ અપાઈ હતી અને 42 કિલો ખાદ્ય ચીજોનો નાશ કરીને સેમ્પલ લેવાયા હતા.

યુનિવર્સિટી રોડ પર 54 સ્થળોએ માર્જીન-પાર્કિંગની જગ્યાઓ ખુલ્લી કરાવાઈ

વન વીક વન રોડ અંતર્ગત ટીપી શાખા દ્વારા ઓપરેશન ઓટલા તોડ: માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ખડકાયેલું પતરા, કેબીન સહિતનું બાંધકામ હટાવાયું

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે. વાહન ચાલકોને પાર્કિંગ માટે પણ પુરતી જગ્યા મળતી નથી. માર્જીન-પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવા માટે કોર્પોરેશન દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં યુનિવર્સિટી રોડ પર ટીપી શાખાના કાફલો ત્રાટક્યો હતો. અહીં અલગ અલગ 54 સ્થળે પાર્કિંગ અને માર્જીનની જગ્યામાં થયેલા દબાણ અને ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત યુનિવર્સિટી રોડ પર ટીપી શાખા દ્વારા સરદાર એર્પા., તિર્થરાજ કોમ્પલેક્ષ, આનંદ ફૂડસ, જેટકો સ્ટેશન સામે, એફએસએલ લેબ સામે, કિડની હોસ્પિટલની બાજુમાં, હરભોલે આર્કેેડ, શુભધારા કોમ્પલેક્ષ, પંચાયત ચોક, કલાકૃતિ કોમ્પલેક્ષ, સીધાર્થ કોમ્પલેક્ષ, સત્યમ, શિવમ, સુંદરમ કોમ્પલેક્ષ, ક્રિષ્ના કોમ્પલેક્ષ, વીએનએસની સામે, સન્સાઈન ક્ોમ્પલેક્ષ, ડી-170, મયુર ભજીયાવાળુ બિલ્ડીંગ, કીડની હોસ્પિટલ સામે, અભિષેક કોમ્પલેક્ષ, પોસ્ટ ઓફિસ નજીક, પ્રિન્સ પેલેસની સામે, અર્ચના પાર્કમાં જલારામ બેક કોર્નર અને રામધામ કોમ્પલેક્ષના પાર્કિંગ અને માર્જીંનમાં ખડકાયેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને માર્જીન, પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવામાં આવી હતી.