રાજકોટ: ઓનલાઇન બીઝનેસ ઠપ્પ થતાં દંપતિએ કર્યો આપઘાતનો પ્રયાસ

0
161

રેસકોર્સમાં લવગાર્ડન પાસે વહેલી સવારેએ દંપતિએ ફિનાઇલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો કોરોનાની મહામારીને કારણે પોતાનો ઓનલાઇન બિઝનેસ ભાંગી પડતાં ઘરનું ગુજરાન ચલાવવુ અધરુ પડતાં આર્થિક ભીંસથી માનસીક રીતે હારીને દંપતિએ આ પગલુ ભર્યુ હતું.

આ અંગે પ્ર.નગર પોલીસે તપાસ કરતાં જણાવ્યું હતું કે સંતકબીર રોડ પાસે ભગીરથ સોસાયટીમાં રહેતા વિક્રમભાઇ મનસુખભાઇ મઠીયા (ઉ.વ.32) અને તેમના પત્ની જાગૃતિબેન વિક્રમભાઇ મઠીયા (ઉ.વ.30) અને તેમનાં બે બાળકો સાથે જાગૃતિબેનના ભાઇના ઘરે બધા રોકાયા હતા. તેઓ વહેલી સવારે નીકળીને રેસકોર્ષમાં આવેલા લવગાર્ડન પાસેના ચબુતરાના ઓટલા પર બેસીને દંપતિએ ફિનાઇલ ગટગટાવી લીધું હતું. તે સમયે બન્ને માસુમ બાળકો તેમની સાથે જ હતાં. આ ઘટના બાદ દંપતિને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે વિક્રમભાઇ ઓનલાઇન વેપાર કરતા હતાહાલ કોરોના કપરા કાળના કારણે ચાલતી આથિંક મંદીના કારણે ધંધો ભાંગી પડયો હતો. જેના લીધે દંપતિએ આ પગલુ ભર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here