Abtak Media Google News

પૂ.વ્રજભૂષણલાલજી મહારાજના પ્રાગટય ઉત્સવ શતાબ્દિ વર્ષ ઉપલક્ષ્યે

કાલથી ત્રિદિવસીય મહોત્સવમાં શાસ્ત્રી તુલસીદાસજી બાળલીલા કથાનું શ્રવણ કરાશે: અષ્ટાક્ષર મંત્રના સમુહ જાપ, રાસકિર્તન, વધાઈકિર્તન સહિતના આયોજનો: વૈષ્ણવ સૃષ્ટિને પધારવા અનુરોધ: ધર્મપ્રેમીઓ અબતકની શુભેચ્છા મુલાકાતે

નિ.લી.પૂ.પા.ગો.વ્રજભૂષણ લાલજી મહારાજના પ્રાગટય ઉત્સવ શતાબ્દી વર્ષ પ્રારંભના ઉપલક્ષમાં પૃષ્ટિપુરુષોતમ બાલકૃષ્ણ પ્રભુની ભાગવતોકત નબાલલીલા કથા શ્રવણ એવમ સમુહલગ્નથનું તા.૩૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના અનુસાર કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો લાભાન્વિત થશે. ઉપરોકત કાર્યક્રમ જામનગર મોટી હવેલીના ગાદીપતિ પૃષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી પૂ.પા.ગો.૧૦૮ હરીરાયજી મહારાજની સર્વાઘ્યક્ષતામાં આપની આજ્ઞા એવમ આશીર્વાદથી યુવાચાર્ય પૂ.પા.ગો. વલ્લભરાયજી મહોદયની અધ્યક્ષતામાં લાડુમાં ધામેચા પરીવાર, પૃષ્ટિ સંપ્રદાય મોટી હવેલી, જામનગર વ્રજવલ્લભ સોશ્યલ ગ્રુપ, જામનગરના સહયોગથી વ્રજભુષણલાલજી મહારાજ પુષ્ટિ માર્ગીય ઉત્સવ સમિતિરાજકોટ દ્વારા આયોજન નિશ્ચીત થયેલ છે. જેમાં મુંબઈના સુવિખ્યાત તુલસીદાસજી શાસ્ત્રીની સુમધુર વાણી દ્વારા પૃષ્ટિપુરુષોતમ બાલકૃષ્ણ પ્રભુની સુબોધિનીજી દશમ સ્કંધ આધારિત બાલલીલા કથા શ્રવણનું ત્રિદિવસીય આયોજન કરેલ છે. જેમાં રાજકોટની સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

ત્રિદિવસીય શિબિર અંતર્ગત વિવિધ કાર્યક્રમ નવ્રજભૂમિ વિલાસથ ગ્રાઉન્ડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ધોળકિયા સ્કુલ સામે યોજાશે. જેમાં તા.૩૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી દરરોજ સવારે ૯ થી ૧૧:૩૦ અષ્ટાક્ષર મંત્રના સમુહ જાપ, દરરોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ બાલલીલા કથા શ્રવણ, તા.૩૦ જાન્યુઆરીના રાત્રે ૯ થી ૧૨ રાસ કીર્તન, તા.૧ ફેબ્રુઆરી સવારે ૬ થી બપોરે ૨ સુધી સમુહલગ્ન, તા.૧ ફેબ્રુઆરી રાત્રે ૭ થી ૧૦ વ્રજભુષણલાલજી મહારાજના પ્રાગટય ઉત્સવની વધાઈકિર્તન. આ ત્રિદિવસીય શિબિરમાં જામનગર, જુનાગઢ, જેતપુર અને રાજકોટના પૂજય વલ્લભકુલ બાલકો પધારીને આશીર્વાદ પાઠવશે તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ ત્રિદિવસીય કાર્યક્રમને સફળ બનાવવા વ્રજભુષણલાલજી મહારાજ પુષ્ટિ માર્ગીય ઉત્સવ સમિતિના પ્રમુખ મનસુખભાઈ સાવલિયા, કુમનભાઈ વરસાણી, પ્રફુલભાઈ હદવાણી, ધનસુખભાઈ વેકરીયા, માધવદાસ ફીચડીયા, ચિરાગભાઈ રાજપરા, ભરતભાઈ સંચાણીયા, વિરજીભાઈ પરસાણા, નરેશભાઈ નારિયા તેમજ તેમની સમગ્ર ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. અબતકના આંગણે પધારેલા અગ્રણીઓએ જાહેર જનતાને લ્હાવો લેવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.