જૂનાગઢ જેલના આરોપીનો હથિયારના ગુનામાં કબ્જો મેળવતી રાજકોટ ક્રાઈમ બ્રાંચ

આરોપી ફિરોઝ ઉર્ફે લાલા કાસમ સામે મર્ડર સહિતનાં સાત ગંભીર ગુના

થોડા સમય પહેલાં રાજકોટ કુખ્યાત શખ્સ પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની કિસટલ મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેણે આ હથિયાર ક્યાં થી અને કોની પાસે થી ખરીદી કયો ની પુછપરછ પોલીસ કરતા તેમણે જુનાગઢ જિલ્લા જેલમાં રહેલા આરોપી ફિરોઝ કાસમ હાલા નું નામ આપ્યું હતું અને તેના અનુસંધાને રાજકોટ કાઈમ બ્રાંચ આરોપી ફિરોઝ અને તેની સાથે અન્ય આરોપી રાજેશસિંગ ઉફે રાજુભાઈ રાજાવત ને ઝડપી લઈ આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂ ૨૦.૦૦૦ તથા  દેશી બનાવટની પિસ્તોલ રૂ ૫૦૦ કુલ મુદ્દામાલ રૂ ૨૦. ૫૦૦ સાથે ધરપકડ કરી હતી અને આ બાબતે વધુ તપાસ રાજકોટ કાઈમ બ્રાંચ ના પી. આઈ. વી. કે. ગઢવી સહીતના સ્ટાફે ચલાવી રહ્યા છે ત્યારે આરોપી ફિરોઝે આ સુધીમાં કેટલા લોકો ને હથિયાર વેંચેલ છે  જેની ઝીણવટ ભરી તપાસ માટે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરશે ત્યારે બાદ વધુ માહિતી બહાર આવી શકશે તેવું જાણકાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે રાજકોટ કાઈમ બ્રાંચ ના હાથમાં આવેલા આરોપી ફિરોઝ ઉફે લાલા એ જુનાગઢ જિલ્લામાં પણ ગેરકાયદેસર હથિયાર વેંચાણ કર્યું હતું અને જે બાબતે કાઈમ બ્રાંચ જુનાગઢ દ્વારા ઝાંઝરડા રોડ પર થી ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપેલા આરોપી એ પણ આ હથિયાર જુનાગઢ જિલ્લા જેલમાં રહેલા આરોપી ફિરોઝ કાસમ હાલા પાસે થી ખરીદી કયો નું નામ આપ્યું હતું અને ત્યારબાદ રાજકોટમાં પણ  પકડાયેલા  આરોપી એ ફિરોઝ પાસે થી હથિયાર મેળવયાનુ જણાવ્યું હતું અને જેને લઈ રાજકોટ કાઈમ બ્રાંચે ટ્રાન્સફર વોરંટ ને આધારે આરોપી નો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે