રાજકોટ: CCTV કેમેરા નહિ રાખનાર 35 વેપારી સામે ગુનો નોંધાયો

ગંભીર ગુના બનતા અટકાવવા સીસીટીવી કેમેરા અંગેના જાહેરનામાનો અમલ કરાવવા પોલીસની ઝુંબેશ

રાજકોટ શહેરમાં આવેલી બેન્કો, એટીએમ સેન્ટર,, હોટલ, રેસ્ટોરન્ટ, ધર્મશાળા, જેવા એકમોમાં સીસીટીવી કેમેરા રાખવા ફરજીયાત છે.તેવું જાહેરનામું પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ત્યારે આ તમામ સ્થળોએ પોલીસ દ્વારા ગઈકાલે ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું જેમાં 30 જેટલા વેપારીઓના દુકાન કે રેસ્ટોરન્ટમાં કેમેરા લાગેલા નહિ જણાતા તેઓની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

જેમાં ગઈકાલે શહેરનાં વેસ્ટઝોનમાં આવતા ગાંધીગ્રામ, ગાંધીગ્રામ-2 અને પ્ર.નગર પોલીસ મથક વિસ્તાર ઉપરાંત સાઉથ ડિવિઝન વિસ્તારમાં એ-ડિવિઝન, માલવીયાનગર અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન 35 સ્થળોએ નિયમ મુજબ સીસીટીવી કેમેરા નહી મળતા જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા હતાં.

જેની સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેમાં હેમેન્દ્ર કીશનભાઈ પારેખ ( વૈભવ જવેલર્સ, ગીતગુર્જરી મેઈન રોડ, અશોક સોસાયટી, શેરી નંબર 3), હીતેષ ભુપતભાઈ ખાંડેખા (વેપાર, રહે, કનૈયાચોક, જીવનનગર, શેરી નંબર-1), કાનજીભાઈ ભીખુભાઈ શીયાણી (કુરીયર, રહે, કષ્ટભંજન શેરી નંબર-2, ગાંધીગ્રામ), અલ્પેશ વલ્લભભાઈ પરમાર (ઓમ શ્રીજી ઈમીટેશન, રહે, અમીન માર્ગ, નર્મદા પાર્ક-1), ગીરીશ નટવરભાઈ કટેચા (શ્રીજી ઈમીટેશન, રહે, સત્યનારાયણ પાર્ક-2, ગાંધીગ્રામ), રૂપેશભાઈ કેશવલાલ આસુદાણી (વેપાર, રહે, બજરંગવાડી શેરી નંબર-3નો ખુણો), કશ્યપ મહેશભાઈ ફેંકર (વેપાર, રહે, અયોધ્યાચોક), રાજેશ બાબુભાઈ ચૌહાણ (રેસ્ટોરન્ટ, રહે, માધાપર ચોકડી, સુંદરમ સીટી), નીકુંજ ગીરાભાઈ મહેતા (વેપાર, રહે, નાનામવા સર્કલ, રામવિહાર સોસાયટી, શેરી નંબર-2), મીતુલ હિતેશભાઈ મહેતા (વેપાર, ઓરબીટ ટાવર, ઈન્દિરા સર્કલ), ઉમેશ કેશવલાલ રોજીવાડીયા (વેપાર, રહે, અવસર વાટીકા, રાજ પેલેસ ચૌક), કુતુબભાઈ ફકરૂદીનભાઈ ભારમલ (વેપાર, રહે, દિવાનપરા શેરી નંબર-16), ભાવેશ મથુરદાસ નથવાણી (વેપાર, રહે, ચુડાસમા પ્લોટ, શેરી નંબર-3), જેરામદાસ ન્યાલચંદ લાખાણી (વેપાર,  રહે, પરસા ણાનગર, શેરી નંબર-10) અને યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ સિંગ (નોકરી, જયુબેલીચોક)નો સમાવેશ થાય છે.

જ્યારે સાઉથ ડિવિઝન વિસ્તારમાં માલવીયાનગર પોલીસ મથક દ્વારા ધર્મેશભાઈ પ્રવિણચંદ્ર પાલા (જ્વેલર્સ, રહે.બેકબોન પાર્ક શેરી નં.7), ચંદ્રેશ ગગેન્દ્રાભાઈ કામી (સ્પા, રહે.માધુરીનગર), મનોજ દિલીપભાઈ ઝીંઝુવાડીયા (વેપાર, રહે. રામનગર શેરી નં.1, ગોંડલ રોડ), દિપેન પ્રદિપભાઈ મૃગ (વેપાર, રહે. લક્ષ્મીનગર), અય્યાકકનુ વડીયેલ ઉડીયર (વેપાર, રહે. પુજા પાર્ક 3), તાલુકા પોલીસ દ્વારા હિતેષ મનસુખભાઈ નિમ્બાર્ક (વેપાર, 2હે. ઓમનગર સર્કલ, 40 ફુટ રોડ પાસે, ન્યુ રાજદીપ સોસાયટી), અશ્વિન મગનભાઈ પંડ્યા (વેપાર, રહે. કાંગશીયાળી, આસ્થા ગ્રીન સિટી), હર્બીલ અજયભાઈ વાછાણી (રહે. આદર્શ ડ્રીમ, કસ્તુરી કેસર પાર્કની પાછળ, મવડી), સદ્દામહુસૈન મહેબુબભાઈ અંસારી (રહે.જયપ્રકાશ નગર 16), મીત દિનેશભાઈ સાપરા (રહે.કોપર સેન્ડ, મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે), ક્રિષ્નાબેન કપીલભાઈ વ્યાસ (રહે.શીલીભદ્ર, જીવરાજપાર્ક), એ-ડિવિઝન પોલીસે દ્વારા પ્રિયાંશુ કેતનભાઈ પારેખ (સોનીકામ, રહે. કેવડાવાડી શેરી નં.7), આશિષ જમનાદાસ પારેખ (સોનીકામ, રહે. માસ્તર સોસાયટી), ચિરાગ મહેન્દ્રભાઈ રઘાણી (ઈમિટેશન જ્વેલરી, રહે. વિદ્યાનગર મેઈન રોડ.6, અભિષેક એપાર્ટમેન્ટ), મેહુલભાઈ મહેન્દ્રભાઈ મહેતા (શિવમ ફાસ્ટ ફુડ, રહે.ટાગોરનગર, અમીન માર્ગ), ભાર્ગવ સુરેશભાઈ વોરા (વેપાર, રહે.અમરાપુર ધાનાણી, તા.કુકાવાવ), જતીન વિસંજીભાઈ પુજારા (વેપાર, રહે . સોપાન હાઈટ્સ, રૈયા રોડ), ભાવિન જયંતભાઈ ટાંક (વેપાર, રહે. શાસ્ત્રીનગર નાનામૌવા), સચિન મુકેશભાઈ ગોહેલ (વેપાર, રહે. લોધાવડ ચોક) અને નિલેશ લખમણભાઈ ઓડેદરા (વેપાર, રહે. પુનિતના ટાંકા પાસે, કર્મચારી સોસાયટી મેઈન રોડ, 150 ફુટ રીંગ રોડ)નો સમાવેશ થાય છે.