• દૈનિક બે ટન કેપેસિટીનો પનીર પ્લાન્ટ સ્થાપવાની રાજકોટ ડેરીની વિચારણા: દુધના વેંચાણમાં 4.5 ટકા અને દહીંના વેચાણમાં 16 ટકાનો વધારો
  • વર્ષ 2023-24 માં રાજકોટ ડેરીએ કર્યા રૂ. 12.19 કરોડનો નફો, 15 ટકા ડિવિડન્ડની જાહેરાત કરતા ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા
  • રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ની 64મી વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા ખાતે મળી હતી.

રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષના ગોરધનભાઈ ધામેલીયાએ   દૂધ સંઘનો અહેવાલ અને હિસાબો રજુ કરતા જણાવ્યું હતુ કે સારા વરસાદ અને પશુઓમાં કુદરતી દૂધ વધવાને કારણે સમગ્ર રાજયમાં દૂધ ઉત્પાદન વઘ્યું છે. રાજકોટ દૂધ સંઘનું દૂધ સંપાદન પણ ગત વર્ષની સરખામણીએ 6.14% વઘ્યું  છે જેથી સંઘનાં ટર્નઓવરમાં ગત વર્ષની સરખામણીએ 17% વધારો થયેલ છે. સંઘે પ્રતિ કિલો ફેટે રૂા.25/- “મિલ્ક ફાઈનલ પ્રાઈઝ” માટે રૂા. 21.97 કરોડ દૂધ ઉત્પાદકોને ચુકવવાનો નિર્ણય કર્યો છે. સંઘે વર્ષ દરમ્યાન સરેરાશ કિલોફેટનો ભાવ રૂા.843/-  ચુકવેલ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ રૂા.53/- વધુ ચુકવ્યા છે. સંઘનો ચોખ્ખો નફો રૂા.12.19 કરોડ થયો છે. જેમાંથી સભાસદ મંડળીઓને 15% લેખે શેર ડિવિડન્ડની રકમ રૂા.4.78 કરોડ ચુકવવામાં આવશે આમ, દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓને સંઘનાં નફામાંથી રૂા.26.75 કરોડ પરત ચુકવશે.

સંઘે ગત વર્ષની સરખામણીએ દૂધનાં વેચાણમાં 4.5 % દહીંનાં વેચાણમાં 16% નો વધારો કર્યો છે. સંઘે ગોપાલ બાન્ડની બધી જ પ્રોડકટ એક જ સ્ટોરમાંથી મળી રહે તે હેતુથી અમુલપાર્લરની જેમ રાજકોટ ડેરી પાર્લર શરુ કરેલ છે. રાજકોટમાં વોર્ડ વાઇઝ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરવાનું આયોજન છે.

સંઘે 694 દૂદ મંળીઓ સાથે જોડાયેલા 40 હજાર દૂધ ઉત્પાદકોને રૂા.10 લાખનાં ગૃપ અકસ્માત વિમા પોલીસી લીધેલ હતી. જેનું ગત વર્ષે સંઘે 100% વિમા પ્રિમીયમ લેખે રૂા. 129.33 લાખ પ્રિમિયમની રકમ દૂધ ઉત્પાદકો વતી ભરી હતી.

રાજકોટ દુધ સંઘ સાથે જોડાયેલ કુલ 855 દૂધ મંડળીઓમાંથી 202 દૂધ મંડળીઓનાં 18054 દૂધ ઉત્પાદકોનાં બેંક ખાતામાં મિલ્ક ફાઈનલ ભાવની રકમ રૂા.5.50 કરોડ ડાયરેક્ટ જમા કરાવેલ છે. સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદકોનાં બેંક ખાતામાં અંતિમ દૂધ ભાવની રકમ ડાયરેકટ જમા કરવાની પહેલ કરતો પ્રથમ દૂધ સંઘ છે.દૂધ સંઘનાં ઈન્ચાર્જ મેનેજીંગ ડીરેકટર  જયકિશન ગાબરા સંઘના ભાવી આયોજન વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે સંઘનું દૂધ સંપાદન આગામી વર્ષમાં 5 % વધારો થાય તે માટે દૂધ મંડળી અને દૂધ ઉત્પાદક કક્ષાએ વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે જે માટે દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદકતા વધારવા, દૂધ ઉત્પાદકો નવા પશુઓની ખરીદી કરે તે માટે પ્રોત્સાહન આપવા અને દૂધ મંડળી સિવાય અન્ય જગ્યાએ દૂધ ભરતા ગ્રાહકો દૂધ મંડળીમાં ભરાવે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. દૂધ અને દૂધની બનાવટોનાં વેચાણમાંથી નફો મેળવીને દૂધ ઉત્પાદકોને દૂધના પોષણક્ષમ ભાવ મળે તે માટે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ વધા2વા આયોજન કરવામાં આવશે જે માટે 3000 થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં નવી એજન્સીઓ મારફતે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ શરૂ કરવામાં આવશે. ગુજરાત રાજય સરકારની સંહાયથી પ્રતિ દિન 2 ટન કેપેસીટીનો પનીર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે તેમજ દહીં ઉત્પાદન કેપેસીટી 30 ટન પ્રતિ દિવસ અને ઘી ઉત્પાદન કેપેસીટી 14 ટન પ્રતિ દિવસ કરવાનું આયોજન છે. જે રાજય સરકારનીનાં પશુપાલન વિભાગની સહાય યોજના હેઠળ સ્થાપવામાં આવશે જેની મંજુરીની પ્રક્રિયા હાલ ચાલુ છે. દૂધની ગુણવતાની ચોકસાઈ પૂર્વક ચકાસણી થાય તે માટે તમામ શીત કેન્દ્ર-યુનીટો ઉપર આધુનિક એફટી મશીન રાજય સરકાર  ગ્રાન્ટમાંથી ખરીદ કરીને મુકવામાં આવેલ છે. ગુજરાત સરકારની રાજય પુરસ્કૃત યોજનાની મંજુર થયેલ ગ્રાન્ટની મદદથી નવા વિંછીયા ચીલીંગ સેન્ટરના બાંધકામની કામગીરી પૂર્ણ થયેલ છે અને કાર્યરત થઈ ગયેલ છે. સંઘનું નિયામક મંડળ દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોનાં આર્થિક હિતને ધ્યાનમાં રાખીને ભાવી આયોજનો ગોઠવશે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.