Abtak Media Google News

૧૬૪, ઝાડાઉલ્ટીના ૮૨ અને તાવના માત્ર ૩૮ કેસો જ નોંધાયા

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ શહેરમાં જાણે જાદુઈ છરી ફેરવી દીધી હોય તેમ સતત ત્રીજા સપ્તાહે રાજકોટમાં ડેન્ગ્યુ કે મેલેરિયાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સ્વાઈનફલુએ બે વ્યકિતઓનો ભોગ લીધો છે છતાં આરોગ્ય શાખાના રેકોર્ડ પર સ્વાઈનફલુનો એક પણ કેસ નોંધાયો નથી.

છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય અને તાવના ૧૬૪ કેસ, ઝાડા-ઉલ્ટીના ૮૨ કેસ, ટાઈફોઈડનો ૧ કેસ, મરડાના ૬ કેસ, કમળાના ૨ કેસ અને અન્ય તાવના ૨૯ કેસો નોંધાયા છે. શહેરમાં અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ અને મેલેરિયાએ હાહાકાર મચાવ્યો છે છતાં કોર્પોરેશનના ચોપડે છેલ્લા ત્રણ સપ્તાહમાં ડેન્ગ્યુ કે મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી.

મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૨૭૦૮૨ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૧૧૭ સ્થળોએ ચકાસણી કરાઈ હતી જે અંતર્ગત ૪૨ લોકોને મચ્છરની ઉત્પતિ સબબ નોટિસ ફટકારવામાં આવી છે. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૧૭૪ સ્થળોએ ચેકિંગ દરમિયાન ૧૭૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ૧૫ લોકોને નોટિસ આપવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.