Abtak Media Google News

મ્યુચ્યુઅલ ફંડમાં અધધધ 1.59 કરોડનું રોકાણ : પતિ-પત્નીના નામે ખેતીની 2 જમીન,  6 પ્લોટ, 4 ફ્લેટ

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ઉપર ભાજપ પક્ષના દર્શીતાબેન શાહે ઉમેદવારી નોંધાવી છે તેઓએ ફોર્મમાં રજૂ કરેલા સોગંદનામાં પોતાની અંગત વિગતો દર્શાવી હતી જેમાં તેઓએ રૂ.5.42 કરોડની મિલકત દર્શાવી છે. જ્યારે તેઓના પતિ પાસે 4.05 કરોડની મિલકત દર્શાવી છે.

દર્શીતાબેન શાહ પાસેની મિલકતની વિગતો જોઈએ તો હાથ પર રોકડ રૂ.27 હજાર, બેંકમાં ક્રમશ: 37.60 લાખ, 44.82 લાખ, અને 27 હજાર, રૂ. 1.67 કરોડના મ્યુચ્યુઅલ ફંડ, રૂ. 3.99 લાખના શેર, આ ઉપરાંત અનેકવિધ વીમા અને પેન્શન પોલિસી, મારુતિ સ્વીફ્ટ, હોંડા એક્ટિવા, સોનુ 400 ગ્રામ, ટંકારાના વિજયનગરમાં સંયુક્ત ખેતીની જમીન, ચોટીલાના ચોબારીમાં પણ ખેતીની જમીન, રોણકી અને પરાપીપળીયામાં  પ્લોટ, ત્રણ ફ્લેટ મળી કુલ રૂ. 5.42 કરોડના આસામી છે.

જ્યારે તેઓના પતિ પારસભાઈ શાહની મિકલતો જોઈએ તો રૂ. 36 હજારની હાથ પર રોકડ, બેંક ખાતામાં ક્રમશ: 2.48 લાખ, 15.09 લાખ, 2.96 લાખ, 3.62 લાખ, 4.20 લાખની એફડી, મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 56 લાખ, 9.67 લાખના શેર, અનેક વીમા અને પેન્શન પોલિસી, 100 ગ્રામ સોનુ, શાંતિનગર-3માં એક, પરાપીપળીયામાં 2, સરપદડમાં એક પ્લોટ, એક ફ્લેટ મળી કુલ 4.05 કરોડની મિલકત છે. જ્યારે દર્શીતાબેન શાહની જવાબદારી જોઈએ તો રૂ. 90 લાખ કોઈ વ્યક્તિ કે સંસ્થાના ચૂકવવાના બાકી છે.

દર્શીતાબેનની છેલ્લા વર્ષની વાર્ષિક આવક રૂ. 43.99  લાખ

તેઓની રિટર્ન પ્રમાણેની વાર્ષિક આવક જોઈએ તો વર્ષ 2017-18માં 16.23 લાખ, વર્ષ 2018-19માં રૂ. 15.38 લાખ, વર્ષ 2019-20માં 40.71 લાખ, વર્ષ 2020-21માં 38.23 લાખ, વર્ષ 2021-22માં રૂ. 43.99લાખ થઈ નોંધાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.