રાજકોટ: પરાપીપળીયા ગામે જુગારધામ પર ડીસીબી ત્રાટકી: 15 શકુની ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.1,53,800નો મુદ્દામાલ જપ્ત કર્યો

શહેરના ભાગોળે આવેલા પરાપીપળીયા ગામમાં ચાલતા ઘોડીપાસાના જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાય.બી.જાડેજા અને પીઆઈ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ દરોડો પાડી 15 શકુનીઓને ઝડપી લીધા છે. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.1,53,800 કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ બી.વી.બોરીસાગર સહિતના સ્ટાફે એ.એસ.આઇ. રાજદીપ સિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે પરાપીપડીયા ગામે ધોડીપાસાના જુગારધામ પર દરોડો પાડયો હતો.

ડીસીબીએ દરોડો પાડી જુગાર રમતા અશોક મનું હરિયાણી, મોહસીન મહમદ હુસૈન પઠાણ, ગફાર નુરામહમદ સુમરા, હરેશ ભગતરામ ભખતીયાપૂરી, હાર્દિક હરેશ સોલંકી, પાલા કારા રાવડિયા, તનવીર રફીક શિશાંગિયા મેમણ, અસ્લમ મહમદ કલર, જગદીશ દેવજી સોલંકી, જેનુલ મુસા માનોરિયા મેમણ, સુનીલ લાલવાણી ભાનુશાળી, દિનેશ પ્રેમજી પરમાર, અશ્વિન પ્રેમજી ગોહિલ, પ્રકાશ રમેશ જાદવ અને મોહસીન સલીમ મોટાણી સહિતના જુગારીઓને દબોચી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે 15 શકુનિઓને દબોચી લઈ જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.1,53,800ની મત્તા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.