Abtak Media Google News

પ્રશ્નોનું નિરાકરણ હવે ઘેર બેઠા જ લાવી શકાશે, કચેરીએ ધક્કો પણ નહીં થાય

ફરિયાદનો યુનિક અરજી નંબર જનરેટ કરાશે, તેના આધારે ફોલો અપ લેવાશે: અરજીના નિકાલ થયે અરજદારને જાણ પણ કરાશે : અરજદારો સલાહ-સુચન પણ આપી શકશે

જિલ્લા પંચાયતને લગતા પ્રશ્નોનું નિરાકરણ હવે ઘેર બેઠા જ લાવી શકાશે. કારણકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ એક નવતર ડિજિટલ પહેલ કરી છે. જેમાં તેઓએ એક વોટ્સએપ હેલ્પલાઇન નંબર લોન્ચ કર્યો છે. જેના ઉપર કોઈ પણ અરજદાર ફરિયાદ કરી શકશે. આ સાથે અરજદાર કોઈ પણ સલાહ સૂચન પણ કરી શકશે.

સામાન્ય જાણ માણસને અત્યારે કોઈ ફરિયાદ કરવી હોય કે કોઈ અરજી આપવાની હોય કે કોઈ માર્ગદર્શન જોતું હોય, ક્યાં અને કોનો સંપર્ક કરવો તેની મૂંઝવણ અનુભવે છે. માટે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તે સિવાય કદાક અરજી કે ફરિયાદનો સમયસર હલ પણ નહીં નીકળતો હોતો નથી. આ માટે રાજકોટ જિલ્લા પંચાયત આજથી વોટ્સએપ હેલ્પલાઇન પ્રારંભ કરી રહી છે જેમાં અરજદાર ઘરે બેઠા બેઠા ફરિયાદ નોંધાવી શકે છે. આ અંતર્ગત અરજદારને યુનિક અરજી નંબર આપવામાં આવશે જેથી અરજીનો ફોલોઅપ લઇ શકાય. અને અરજીના નિકાલ પછી વોટ્સએપ  ઉપર જ અરજદારને જાણ કરવામાં પણ આવશે. ફરિયાદ સિવાય પણ, લોકો આ હેલ્પલાઇન નંબર ઉપરથી કોઈ પણ પ્રકારની સલાહ સુચન પણ આપી શકે છે. જેથી હવે લોકોને ફરિયાદ કે રજુઆત માટે કચેરી આવના અને કાગળ પ્રયોગ કરવાના કોઈ જરૂરત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.