રાજકોટ: કેનાલ રોડ પર મોરિસ રેસ્ટોરન્ટ સહિત સાત સ્થળે ડિમોલિશન

માર્જિન-પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરી 1849 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવતી ટીપી બ્રાન્ચ:કિટ્ટીપરાના વોકળામાં પણ 12 બાંધકામનો કડુસલો

અબતક રાજકોટ

વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના કેનાલ રોડ પર ઓપરેશન ઓટલા તોડ ધરવામાં આવ્યું હતું.જેમાં ભુતખાના ચોક થી જિલ્લા ગાર્ડન ચોક સુધીના વિસ્તારમાં માર્જિન અને પાર્કિંગની જગ્યામાં અલગ અલગ સાત સ્થળોએ ખડકાયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરી 1849  ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ટીપી શાખા દ્વારા કેનાલ રોડ પર મોરિસ રેસ્ટોરન્ટ દ્વારા પાર્કિંગમાં ઉભા કરવામાં આવેલા લોખંડના થાંભલા સહિતનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.બિઝનેસ એડીફેસ દ્વારા પાર્કિંગમાં ઓટો બનાવવામાં આવ્યો હતો જે દૂર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત કનૈયા હોટલ દ્વારા ટ્રાફિકને નડતરરૂપ ફોટાનું બાંધકામ કરાયું હતું જે દૂર કરવામાં આવ્યું છે.જ્યારે બાલાજી પાણીપુરી કર્મભૂમિ કોમ્પલેક્ષ અને રંગોલી ફોટા દ્વારા માર્જિન અને પાર્કિંગમાં ગેરકાયદે ખડકાયેલા ઓટા અને અન્ય બાંધકામ પણ હટાવી દેવામાં આવ્યું હતુ. આ ઉપરાંત શહેરના વોર્ડ નંબર 3 માં કિટ્ટીપરા આવાસ યોજના તથા ગાયકવાડી વિસ્તારની વચ્ચે આવેલા વોકળામાં બંને બાજુ રીટર્નિંગ બોલ બનાવી મોકલો પાકો કરવાના કામનો આરંભ કરવાનો હોય અહીં નડતર રૂપ દબાણો દૂર કરવા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો જેના પગલે આજે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોકળામાં  11 રહેણાંક હેતુ ના દબાણ અને એક દુકાન દબાણ દૂર કરી 1418 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે.આ કામગીરી ચુસ્ત વિજિલન્સ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોય કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.