Abtak Media Google News

શાળા આરોગ્ય યોજના પરિવાર માટે બની આશિર્વાદ

રાજકોટના વિંછીયા તાલુકાના ભોયરા ગામની ધર્મિષ્ઠા જન્મથી જ હૃદયની કંઈક ખામી ધરાવતી  હતી ધર્મિષ્ઠાને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે સમયસર  સઘન સારવાર આપી આ ખામી દૂર કરવામાં આવી છે.

વિંછીયા તાલુકાના ભોયરા ગામના મુમાભાઇ બાંભવાની દીકરી ધર્મિષ્ઠાનો તા.4.8.2017 ના રોજ જન્મ થયો હતો. તેના માતા-પિતાને આ બાળકી જન્મી ત્યારે તેને કોઈક તકલીફ હોવાનું જણાતું હતું. તા.30.8.22ના રોજ આર.બી.એસ.કે. ની ટીમના ડો. સાગર સાંબડ અને ડો. રિપલ વીરજાએ આ બાળકીનું તારીખ 30 8 22 ના રોજ સ્ક્રિનિંગ કરતા તેને હૃદય અને ફેફસામાં લોહી પરિભ્રમણની ખામી જણાતાં યુ.એન. મહેતા હોસ્પિટલ રિફર કરવામાં આવી જ્યાં નિષ્ણાત તબીબોએ આ બાળકીને કોરોનરી હાર્ટ ડિસિઝ અને ટેટ્રોલોજી ઑફ ફેલોટ હોવાનું નિદાન કર્યું અને તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી.

સર્જરીની વાત સાંભળતા ધર્મિષ્ઠ ના માતા-પિતા તો દુ:ખી દુ:ખી થઈ ગયા કે ઓપરેશનનો આટલો મોટો ખર્ચ ક્યાંથી કાઢવો? પરંતુ તેમને શાળા આરોગ્ય -આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત તમામ સારવાર અને સર્જરી સરકાર તરફથી મફત કરવામાં આવશે તેવી જાણકારી મળતાં તેમને હાશકારો થયો.

તા.14.9.2022 ના રોજ તજજ્ઞોની ટીમ દ્વારા સર્જરી કરવામાં આવી, હાલ આ બાળકી એકદમ તંદુરસ્ત છે.

આ સમગ્ર પ્રક્રિયામાં આર.બી.એસ.કે. ટીમ અને યુ.એન. મહેતા હોસ્પિટલના ડોક્ટરો સતત માર્ગદર્શક અને સહાયરૂપ બન્યા તેમના પ્રત્યે ધર્મિષ્ઠાના પરિવારજનોને આભારનો ભાવ વ્યક્ત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.