Abtak Media Google News

68- રાજકોટ પૂર્વ માટે પી. એન્ડ ટી. વી. શેઠ હાઇસ્કૂલ,  69 – રાજકોટ પશ્ચિમ માટે એસ. વી. વિરાણી હાઇસ્કૂલ, 70 – રાજકોટ દક્ષિણ માટે પી. ડી.  માલવિયા કોમર્સ કોલેજ,  71 – રાજકોટ ગ્રામ્ય માટે ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ સેન્ટર તરીકે નિયત કરાયા

વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં આજે વિધાનસભા બેઠક માટે એક એક ડિસ્પેચ અને રીસીવિંગ સેન્ટર પણ નક્કી કરી દેવામાં આવ્યા છે આ સેન્ટરો માટે બંદોબસ્ત નો સ્ટાફ પણ ફાળવી દેવામાં આવ્યો છે આ તમામ સેન્ટરો ઉપર હાલ રાઉન્ડ ક્લોક સ્ટાફનો પહેરો રહેવાનો છે.

Dsc 9989

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક વિધાનસભાદીઠ એક ઈ.વી.એમ. ડિસ્પેચ તથા રિસિવિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.  જેમાં 68- રાજકોટ પૂર્વ માટે પી. એન્ડ ટી. વી. શેઠ હાઇસ્કૂલ, 80 ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ પાસે રાખવામાં આવ્યું છે.  69 – રાજકોટ પશ્ચિમ બેઠક માટે એસ. વી. વિરાણી હાઇસ્કૂલ, ટાગોર માર્ગ, રાજકોટ નક્કી કરવામાં આવ્યું છે. 70 – રાજકોટ દક્ષિણ માટે પી. ડી.  માલવિયા કોમર્સ કોલેજ, ગોંડલ રોડ, રાજકોટ નક્કી કરવાના આવ્યું છે.  71 – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, પાંધી લો કોલેજ બિલ્ડિંગ, કસ્તુરબા રોડ, રાજકોટ નક્કી કરવામાં આવ્યું છે.

72 – જસદણ માટે મોડેલ સ્કૂલ, કમળાપુર રોડ, જસદણ નક્કી કરવામાં આવ્યું છે.

73 – ગોંડલ માટે સંગ્રામસિંહજી હાઇસ્કૂલ, કોલેજ ચોક પાસે, ગોંડલ નક્કી કરવામાં આવ્યુ છે. 74 – જેતપુર માટે સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ, રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે, નવાગઢ, જેતપુર નક્કી કરવામાં આવ્યું છે

75 – ધોરાજી માટે નવી ભગવતસિંહજી હાઇસ્કૂલ, બાપુના બાવલા પાસે, સ્ટેશન રોડ, ધોરાજી નક્કી કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.