Abtak Media Google News

ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં કોરોના ટેસ્ટિંગની  તેમજ દર્દીઓના સગા માટે સંસ્થાના સહયોગથી ભોજનની વ્યવસ્થા કરાઇ 

કોરોનાની બીજી લહેરમાં રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતા તમામ દર્દીઓને સારવાર મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્યતંત્ર  દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થનાર નવા દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ હોય એ દરમિયાન સિવિલ હોસ્પિટલ પાસે રોડ પર ચૌધરી હાઇસ્કુલના મેદાન તરફ બંને બાજુ મંડપ નાખીને દર્દીઓ માટે તડકાથી રક્ષણ મળી રહે તે માટે છાયાની વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરવામાં આવી છે.

આ વ્યવસ્થાને લીધે દર્દીઓને તડકાથી રાહત થશે. જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ કોરોનાના દર્દીઓના સગા સંબંધીઓ માટે પણ સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા નિશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં કોરોના દર્દીના સગાઓ તેમજ અન્ય લોકો કોરાનાનો ટેસ્ટ કરાવી શકે તે માટે પણ મનપા દ્વારા લેબ ઊભી કરીને કોરાનાના ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.