રાજકોટ જિલ્લા ભાજપમાં બે ઉપપ્રમુખ, બે મંત્રીની નિમણુંક

રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તથા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, શ્રી મનીષભાઈ ચાંગેલાએ પરામર્શ કરીને ભારતીય જનતા પાર્ટી રાજકોટ જીલ્લાના ઉપપ્રમુખ તેમજ મંત્રીની વરણી કરવામાં આવેલ છે. રાજકોટ જીલ્લાના ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ત્રાપસીયા, નીલેશભાઈ કણસાગરા તથા મંત્રી તરીકે ભાસ્કરભાઈ જશાણી તેમજ મનસુખભાઈ હીરપરાની વરણી કરવામાં આવેલ છે. આ વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટ મંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યો ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયા, જીલ્લાના હોદેદારોએ નવનિયુક્ત ઉપપ્રમુખ તથા મંત્રીઓને  ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે. તેમ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ અરૂણ નિર્મળે જણાવ્યું હતું.