રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા કાલે “સંવિધાન ગૌરવ યાત્રા” આયોજન

ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, પ્રદેશ ભાજપ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ, પ્રવિણભાઇ પંડ્યાની ખાસ ઉપસ્થિત રહેશે

ભારતરત્ન, વિશ્ર્વવિભૂતિ, મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકરજી દ્વારા 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં ભારતનું બંધારણ તૈયાર કરી તા.26 નવેમ્બર,1949માં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2015થી દર વર્ષે ભારત સરકાર દ્વારા 26 નવેમ્બરે “સંવિધાન દિવસ” તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને રાજકોટ જીલ્લા ભાજપ અનુસુચિત જાતી મોરચા દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે કાલે “સંવિધાન ગૌરવ યાત્રા” રાખવામાં આવેલ છે.

રાજકોટ જીલ્લા અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડએ કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે, સંવિધાન યાત્રા સવારે 11.00 વાગ્યે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ રેલી સ્વરૂપે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે બપોરે 12.00 કલાકે ભારતના બંધારણ વિષે વક્તાઓ સર્વ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ તેમજ ડો.આંબેડકર અંત્યોદય નિગમના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહેશે.

આ સાથે જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, જ્યોતિરાદીત્યસિંહ જાડેજા (ગણેશભાઈ), જીલ્લા ભાજપ મંત્રી અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ ટોળિયા, ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીભાઈ રામાણી તથા જીલ્લા ભાજપના હોદ્ેદારો ઉપસ્થિત રહેશે.ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લા અનુ.જાતી મોરચાના મહામંત્રીઓ લાલજીભાઈ આઠું, મહેશભાઈ વાણીયા,

ઉપપ્રમુખો પ્રવીણભાઈ લધા, મુકેશભાઈ ગોવિંદભાઈ રાઠોડ, વજુભાઈ મકવાણા, અશોકભાઈ પીઠાભાઈ બથવાર, મંત્રીઓ ભરતભાઈ વાલાભાઈ લુણસીયા, કાનજીભાઈ લાલજીભાઈ પરમાર, હિરેનભાઈ આલાભાઇ દાફડા, કિશોરભાઈ હરિભાઈ જેઠવા, ત્રિલોકબાપુ શામળદાસબાપુ, કોષાધ્યક્ષ ગૌરીબેન શૈલેશભાઈ પરમાર, ગોંડલ શહેર અનુ.જાતિ મોરચાના પ્રમુખ ચંદ્રેશભાઈ ચાવડા, મહામંત્રી વસંતભાઈ ગોરી, ગોંડલ તાલુકા અનુ.જાતી મોરચાના પ્રમુખ હરિભાઈ મયાત્રા, મહામંત્રી પોલાભાઈ ખીમસૂરીયા સહીતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. જીલ્લા અનુ.જાતી મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડ, મહામંત્રી લાલજીભાઈ આઠું તથા મહેશભાઈ વાણીયાએ જીલ્લાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા હાર્દિક અનુરોધ કરેલ છે.