Abtak Media Google News

ભારત રત્ન અટલ બિહારી વાજપાઈજીને રાજકોટ જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ ડી.કે.સખીયા, જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, મહામંત્રી ભાનુભાઈ મેતા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

આ તકે અટલજીને શ્રધ્ધાંજલી પાઠવતા પ્રકાશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, અટલજી એક રાજકારણી જ નહીં એક ઋદુ હૃદયના કવિ હતાં તેઓ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્યસભાના સભ્ય રહ્યાં હતા તેમનું પ્રારંભિક રાજકારણ ૧૯૪૨ થી સંઘની શરૂઆત કરી ૧૯૬૯ થી ૧૯૭૨ ભારતીય જનસંઘના પ્રમુખ તરીકે રહી ભાજપના સંગઠનને મજબૂત કરવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી. તેમના વડપણ હેઠળની સરકારમાં કાશ્મીર પ્રશ્ર્ન ઉપરાંત શિક્ષા માટે નવી યોજનાઓ તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા ભારત જોડો અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તેઓ રાજકારણના “અટલ પ્રણેતા હતા.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, જિલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા, જિલ્લા ઉપપ્રમુખ સિમાબેન જોષી, ધારાસભ્ય, લાખાભાઈ સાગઠીયાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું.

આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં દિલીપભાઈ ગાંધી, સીમાબેન જોષી, વિનુભાઈ પરમાર, ગૌતમભાઈ કાનગડ, વલ્લભભાઈ શેખલીયા, શૈલેષભાઈ અજાણી, વિક્રમભાઈ ખીમાણીયા, હિરેનભાઈ જોષી, મોહનભાઈ દાફડા, ઘોઘુભા જાડેજા, વિજયભાઈ દેસાઈ, જયેશભાઈ પંડયા, નિલેશભાઈ દોશી, વસંતભાઈ લીંબાસીયા, દિનેશભાઈ વિરડા, ચેતનભાઈ પાણ, રિતેશભાઈ પરસાણા, જમાલભાઈ જુણેજા, મયુરભાઈ ડવ, કાનજીભાઈ મોલીયા, અરવિંદભાઈ પરીયા સહિત સંગઠનના તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્તિ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.