કોંગ્રેસમાં એક સાંધે અને તેર તૂટે તેવો ઘાટ

રાજ્યમાં ટીમ વગર કેપ્ટન કોંગ્રેસને એક તાંતણે બાંધી શકશે

અબતક,રાજકોટ

કોંગ્રેસએ  દાયકાઓથી  દેશસેવા અને આઝાદી કાળથી મોટાભાગના સમયમાં રાષ્ટ્રને તમામ સંજોગોમાં સાચવી લેનાર કોંગ્રેસને કોઈ રાજકીય પક્ષ પરાજિત કરી શકે તેવી સ્થિતિમાં નથી પરંતુ  અત્યારની પરિસ્થિતિ વિશે એટલું જ કહી શકાય કે  ઘર ફૂટેને ઘર જાય તેઓ ઘાટ સર્જાય રહ્યો છે. તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસના મજબૂત અગ્રણી જયરાજસિંહ પરમાર સહિત દક્ષિણ ઉત્તર ગુજરાતના હજારો કોંગી કાર્યકરો ભાજપનો કેસ કર્યા બાદ વધુ એક અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ નેતા દિનેશ શર્મા રાજીનામું આપ્યું છે ત્યારે કોંગ્રેસ તુટતી જાય છે. ત્યારે પાર્ટીએ એક પછી એક મજબૂત નેતા ને ગુમાવી રહી છે. પ્રદેશ   નેતાગીરી  કેન્દ્રીય નેતાઓને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે.આગામી લોકસભાની ચૂંટણીને વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને બેઠી કરવા માટે રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાગીરી તેરી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં કોંગ્રેસ માટે નેતાઓની હુંસાતુસી મોટો પડકાર બની ગઈ છે

પક્ષમાં સભ્ય નોંધણી ની રણનીતિ માટે બોલાવાયેલી બેઠકમાં જિલ્લાકક્ષાના નેતાઓથી નારાજ થઈને મોટાભાગના તાલુકા પ્રમુખ ગેરહાજર રહ્યા હતા ભાજપ તેજ પરમુખ અને હોમ ટુ ભૂત નું રાજકારણ વધુને વધુ મજબૂત બનાવી રહી છે ત્યારે કોંગ્રેસ માટે જરૂરી એવી સભ્ય નોંધણી પ્રક્રિયામાં પણ સંગઠનના નેતા ઓ એકબીજાને સાચી શકતા નથી તો ચૂંટણીમાં પક્ષને શું ભલું થાય એક મોટા ગજાના નેતા પક્ષી અંગેની પોતાની વ્યથા હલાવતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં એક જમાનામાં મોટા ગજાના નેતાઓ સાથે ટક્કર લેનારા કોંગ્રેસના આગેવાનો અત્યારે પક્ષની અંદર ના વિશ્વાસથી જ એકલા પડી ગયા છે ત્યારે પક્ષ અને જો ખરા અર્થમાં મજબુત કરવું હોય તો ચૂંટણીમાં મત મેળવીને પક્ષને મજબૂત કરવાની વાત તો પછીથી રહી પહેલા જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના એક જમાનાના ગઢ ગણાતા કોંગ્રેસના વિસ્તારોમાં ત્યારે નેતાઓના સંકલનના અભાવે વેરવિખેર થઈ ગયેલી કોંગ્રેસને એક કરવાની જરૂર છે. ગુજરાતમાં લાંબા સમયથી કોંગ્રેસ સતાથી વિમુખ છે  ત્યારે એક સાંધે ને તેર તૂટે તેવા ઘાટ સર્જાઈ રહ્યો છે.

કોંગ્રેસ દ્વારકાધીશના શરણે: ચિંતન શિબીર ચિંતા દૂર કરશે

રાજ્યમાં કોંગ્રેસને મજબુત કરવા કેન્દ્રીય નેતાગીરીએ લડાયક નેતા અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને કમાન સોંપી છે. પરંતુ હાલ ટીમ વગરના કેપ્ટન રાજ્યવ્યાપી પ્રવાસ કરી કોંગ્રેસને મજબુત કરવા એકલા હાથે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમના માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે.કોંગ્રેસ દ્વારા સત્તા મેળવવા માટે સંગઠન પર ભાર મૂકી રહી છે ત્યાંરે પ્રદેશ કક્ષાના સિનિયર વચ્ચે સંકલનના અભાવે સંગઠન માળખું જાહેર થઈ શક્યું નથી તેમજ કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી ચાલી રહી છે .  પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને પ્રદેશ અગ્રણી દીપક બાબરીયા તાજેતરમાં રાજકોટ ખાતે આવ્યા હતા ત્યારે ત્રણ આંકડામાં  સભ્યોની નોંધણી થઈ હતી.  સભ્ય નોંધણી કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના તાલુકાના ગણ્યાગાંઠ્યા પ્રમુખો હાજર રહ્યા હતા અને જિલ્લા કોંગ્રેસ નો અસંતોષ સપાટી પર આવ્યો છે જેમાં એક જ નેતા દ્વારા પંચાયત અને સંગઠનનું  કેન્દ્ર પોતાના હાથમાં રાખવાનું કારણભૂત હોવાનું આંતરિક ગણગણાટ થઇ રહ્યો છે.

આ મામલે દીપક બાબરીયા ને અમુક આગેવાનો દ્વારા બંધ બારણે કહેવાતા આગેવાન વિરુદ્ધ  રજૂઆત બાદ ગાંધીનગર ખાતે આગામી દિવસોમાં મળવા માટે કહેવામાં આવ્યું છે. લાંબા સમયથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી ને લઈને ચાલતી પ્રક્રિયામાં  દેખાઈ રહ્યું છે પોતાની જાતને  નેતા કહેતાંને કારણે અગાઉ પાટીદાર નેતાઓએ પણ પાર્ટી છોડી છે.  વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે આ નેતાને  ધારાસભાની ચૂંટણી લડવા અને પોતાના માનીતાને ટિકિટ આપવાની લાલચે  પ્રમુખની દાવેદારી કરી રહ્યા છે. આથી પંચાયત અને સંગઠન નું કેન્દ્ર પોતાના હાથમાં રહે તેવા મનસૂબાની પ્રદેશ કક્ષાએ આ મામલે પણ રજૂઆત કરવામાં આવી છે.

આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે રજૂઆત કરવાના  તખતોમા  સહકારી ક્ષેત્રમાં ભાજપ સાથે ઇલું ઈલું કરી બંને બાજુ સત્તામાં પગ રાખી અને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની મેલી મુરાદ થી કોંગ્રેસ પક્ષને નુકસાન પહોચડી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે.ભૂમિ દ્વારકા ખાતે આજથી પ્રદેશ કક્ષાની ચિંતન શિબિર મળી રહી છે જેમાં રાહુલ ગાંધી પી રહ્યા છે તેઓ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને એવો તે કયો મંત્ર આપશે  સત્તા સુધી પહોંચી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.