આંતર જિલ્લા “અંડર ૨૫ વન-ડે” ટુર્નામેન્ટમાં રાજકોટ જિલ્લાનો ભાવનગર સામે પરાજય, જ્યારે રાજકોટ ગ્રામ્યનો જુનાગઢ સામે વિજય…

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આંતર જિલ્લા અંદર 25 વન-ડે ટુર્નામેન્ટ ૨૦/૨૧ ના ફાઇનલની મેચોમાં ગઈકાલે રાજકોટ જિલ્લા અને ભાવનગર જિલ્લા વચ્ચેની મેચમાં રાજકોટ જિલ્લાનો પરાજય થયો હતો જ્યારે રાજકોટ ગ્રામ્ય એ જુનાગઢ સામે વિજય મેળવ્યો હતો

ટોસ જીતી દાવ લેવાનું નક્કી કર્યું હતું અને ૫૦ ઓવરમાં ૩ વિકેટે ૨૮૧ રન કર્યા હતા અર્જુન રાઠોડ ના સૌથી વધુ ૧૨૦ નવ ચોક્કા અને ચાર છક્કા નો સમાવેશ થાય છે યુવરાજ સિંહના નોટ આઉટ ૭૮ માં બે ચોક કા નો સમાવેશ થાય છે.૨૮૯ નું લક્ષ્ય સિદ્ધ કરવા માટે કરેલી કવાયતમાં ૪૭.૫ ઓવરમાં ૨૫૧ માં રાજકોટની ની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી  રાજકોટ સામે ભાવનગર ૩૭ રને વિજય થઈને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

રાજકોટ જિલ્લા ટીમ અને દીવ વચ્ચે ખેલલાયેલી મેચમાં દીવે ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યું હતું અને સાત્ વિકેટે ૧૭૪ રન બનાવ્યા હતા જેમાં યશસોલંકી ૧૧૦ બોલમાં ૫૩ રનનો જુમલો ખડકવામાં ચારચોકકા ફટકાર્યા હતા જ્યારે સલમાન કાશ્મીરીએ ૫૬ બોલમાં ૪૮ રન અને છ છક્કા માર્યા હતા કપ્તાન જૈનિક સોલંકીએ ૩૯ રન કર્યા હતા.

બીજી ઇનિંગમાં ૧૭૫ રનનું લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે મેદાનમાં ઉતરેલી રાજકોટ એ ટીમે ૨૭.૫ ઓવરમાં ૧ વિકેટે ૧૭૭ રન કરી લીધા હતા જેમાં સિદ્ધાંત રાણા ૧૦૬ નોટ આઉટ ની ઇનિંગમાં ત્રણ બોલમાં ૮ ચોગ્ગા અને ૭ ટકા ફટકારી દીધા હતા રાજકોટ જિલ્લા ટીમ એ મૅચ નવ વિકેટે જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો,

રાજકોટ રૂરલે ટોસ જીતીને દાવ લીધો હતો સાત વિકેટે ૩૧૫ રન કર્યા હતા તે મારી સી પટેલ ના સેટ નોટ આઉટ ૩ ચોક્કા અને પ છક્કાનો વરસાદ વરસાવ્યો હતો કશ્યપ ૮૯ બોલમાં ૬૦રન માં ૮ ચોગ્ગા ફટકાર્યા હતા.જુનાગઢ દ્વારા ૩૧૬ રનનું લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે કરેલી બેટિંગમાં ૪૮.૪ ઓવરમાં ૨૫૦ રન સાથે ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી રાજકોટ આ મેચ ૫૬ રનેજીતીને સેમિફાઇનલમાં પ્રવેશી હતી

પોરબંદર અને કચ્છ વચ્ચે ખેલાયેલી મેચમાં પોરબંદરે ટોસ જીતીને દાવ લેવાનું નક્કી કર્યું હતું અને ૪૨.૩ ઓવરમાં ૧૫૧ રન બનાવ્યા હતા, તેની સામે કછે ૩૫.૬ ઓવરમાં ૧૭૩ રન બનાવ્યા હતા અને પોરબંદરનો આ મેચ ૩૨ રનથી વિજય થયો હતો હવે સેમિફાઇનલ ની રમત પર ક્રિકેટરસિકોની મીટ મંડાઈ છે.