Abtak Media Google News

પંચાયતીરાજ સંસ્થાઓ હસ્તક રાજય અને કેન્દ્રની યોજનાઓના સફળ અમલીકરણ માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ: પ્રમુખ ભુપતભાઈ બોદર

 

અબતક, રાજકોટ

તાજેતરમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની કારોબારી સમિતિની બેઠકમાં મળેલ હતી જેમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના ટ્રસ્ટી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ રાજ્યની મોટાભાગના જીલ્લા પંચાયતના પ્રમુખઓ ઉપસ્થિત રહેલ. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પ્રમુખ અને અન્ય હોદેદારોની વરણી કરવામાં આવેલ જેમાં મતિ નયનાબેન પટેલ (પ્રમુખ, જિલ્લા પંચાયત, ખેડા)ની પ્રમુખ પદે અને  ભુપતભાઈ બોદર (પ્રમુખ, જિલ્લા પંચાયત, રાજકોટ)ની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.આ ઉપરાંત વિવિધ હોદેદારો, સંકલન સમિતિ અને ઝોન વાઈઝ સ્ટીયરીંગ કમિટિની પણ વરણી કરવામાં આવેલી હતી.

રાજકોટ જિલ્લા પંચાયત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કે જ્યાં સૌ પ્રથમવાર કોઈ પ્રમુખની ગુજરાત પ્રદેશ પંચાયત પરીષદના ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરની ઉપપ્રમુખ પદે વરણી થતા રાજકોટ જીલ્લા પંચાયતના હોદેદારો અને સદસ્યઓ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, હોદેદારો તથા સદસ્યઓ, ગ્રામ પંચાયતના સરપંચઓ, જિલ્લાના પૂર્વ પંચાયતના સર્વે પદાધિકારીઓ અને જિલ્લાના તમામ સહકારી આગેવાનોમાં ખુશીની લહેર છવાયેલ છે.  ઉપપ્રમુખ પદે વરણી બાદ પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતમાં ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ પંચાયત સંસ્થાઓને એકબીજાના નિકટ સંપર્કમાં લાવવા પ્રયત્ન કરશે જેથી પરસ્પર સહકારથી તે સુદ્રઢ અને બળવત્તર બને અને લોકશાહી, રાષ્ટ્રીય વિકાસ અને સામાજિક પરિવર્તનનું  કાર્યક્ષમ સાધન અને માધ્યમ બની રહે ઉપરાંત સમાન સવાલોના નિરાકરણ માટે સાથે બેસીને વિચાર વિનિમય કરી શકે તેમજ સમાન ધ્યેય માટે આગેકૂચ કરે અને એકબીજાના અનુભવોનો લાભ મેળવે.  બોદરે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ગ્રામીણ ક્ષેત્રે ગુજરાતમાં જે કામગીરી કરેલી તે પૈકી “ઈ-ગ્રામ વિશ્વગ્રામ”, “શાળા પ્રવેશોત્સવ”, “કૃષિ મહોત્સવ” “ગોકુલ ગ્રામ યોજના” વિગેરે અનેક રાજ્ય સરકારની યોજનાઓ દેશમાં પ્રેરણાસ્ત્રોત બની રહેલ તેમજ હાલની કેન્દ્ર સરકારની ગ્રામીણ વિસ્તારને સ્પર્શ કરતી યોજનાઓનું અમલીકરણ પૂરેપૂરું થાય તે માટેના પંચાયત પરિષદના માધ્યમથી ટીમ વર્ક દ્વારા સદાય પ્રયત્નશીલ રહીને દેશના પંચાયતી રાજમાં ગુજરાત મોખરાનું સ્થાન મેળવે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે. આ બેઠકમાં હોદેદારોની વરણી બાદ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવ નિયુક્ત હોદેદારઓને શુભેચ્છા પાઠવેલ અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર  દ્વારા હાલમાં પંચાયત વિભાગ દ્વારા પંચાયતીરાજ સંસ્થાઓને મજબુત બનાવવા સંદર્ભે રાજ્ય સરકારે લીધેલ પગલાંથી માહિતગાર કરેલ અને આગામી સમયમાં પંચાયત વિભાગ હસ્તકની તમામ ખાલી જગ્યાઓ ભરવા ખાતરી આપવામાં આવેલ. પ્રમુખ ભુપતભાઇ બોદરે પોતાની આ વરણી બદલ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના ટ્રસ્ટી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, મંત્રી આર.સી.ફળદુ, પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાનો આભારવ્યક્ત કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.