Abtak Media Google News

છ વિધાનસભાની બેઠકના ૧૨૭૭ મતદાન બુથ પર સજ્જડ બંદોબસ્ત રહેશે: ૧૪ કંપની પેરામીલ્ટ્રી ફોર્સ દ્વારા સંવેદનસીલ વિસ્તારમાં ફલેગ માર્ચ કર્યુ: બંદોબસ્તને પહોચી વળવા વધુ ૧૭ કંપની પેરામીલ્ટ્રી ફોર્સ આવશે: એક માસમાં દોઢ કરોડનો દારૂ પકડયો: ૧૪ શખ્સોની પાસા હેઠળ અટકાયત: આઠ મહિલા સહિત ૧૭ને તડીપાર કરાયા

આગામી તા. ૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તંત્ર દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસની હદમાં રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, ઉપલેટા, જેતપુર-જામકંડોરણા, અને જસદણની બેઠકની ચૂંટણી યોજાનાર છે. ત્યારે જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ દ્વારા ચૂંટણી શાંતિપૂર્વ માહોલમાં નિર્ભય રીતે મતદાન થઇ શકે તે માટે આગોતરી તૈયારી કરી ૬ હજારથી વધુ શખ્સો સામે અટકાયતી પગલા લેવાની કાર્યવાહી પૂર્ણ કરી ૧૪ શખ્સોની પાસા હેઠળ અટકાયત તેમજ આઠ મહિલા સહિત ૧૭ને તડપાર કર્યા છે.

રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, ઉપલેટા, જેતપુર-જામ કંડોરણા, અને જસદણની વિધાનસભાનો વિસ્તારના ૭૬૨ મતદાન કેન્દ્ર પર ૧૨૭૭ મતદાન બુથ પર મતદાન થવાનું છે. તમામ સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે છેલ્લા એક માસથી ‚રલ પોલીસને કામે લગાડી હતી.

રાજકોટ જિલ્લાના ૧૪ નામચીન બુટલેગર અને માથાભારે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. અવાર નવાર ગુના કરવાની ટેવ ધરાવતી મહિલાઓ સહિત ૧૭ને હદપાર કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા પોલીસની હદમાં આવતા ૧૨૭૭ મતદાન બુથ પૈકી ૩૪૭ મતદાન મથકો સંવેદનશીલ હોવાથી ત્યાં વધારે પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સ્ટાફ ઉપરાંત ૧૪ પેરામીલ્ટ્રી ફોર્સ આવી ગઇ હોવાથી તેઓ પાસે સ્થાનિક પોલીસને સાથે રાખી ફલેગ માર્ચ કરવામાં આવ્યું હતું. બંદોબસ્તને પહોચી વળવા માટે હજી ૧૭ પેરામીલ્ટ્રી ફોર્સની મદદ લેવામાં આવનાર હોવાનું જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદે જણાવ્યું હતું.

‚રલ પોલીસે છેલ્લા એક માસમાં ઠેર ઠેર દા‚ અંગે દરોડા પાડી ‚ા.૧.૫૦ કરોડની કિંમતની ૫૦,૮૪૦ બોટલ વિદેશી દા‚ પકડી પાડી ચૂંટણી દરમિયાન જિલ્લામાં દા‚ મળવો મુશ્કેલ કરી દીધું છે.

વિધાનસભાની ચૂંટણી શાંતિ પૂર્વક થાઇ તે માટે જિલ્લાના પ્રવેશ દ્વાર પર ચેકપોસ્ટ ઉભી કરી આવતા-જતા તમામ વાહનો પર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી દરમિયાન મતદાન મથક પર માથાકૂટ થાય તો તેને તાકીદે પહોચી વળવા માટે રિઝર્વ પોલીસ સ્ટાફની ગોઠવણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.