રાજકોટ જિલ્લા પ્રવાસન સમિતિની  બેઠક યોજાય

જિલ્લા પ્રવાસન અને યાત્રાધામ બોર્ડ દ્વારા કાર્યરત વિવિધ વિકાસના  કાર્યોની સમીક્ષા કરાય

જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને પ્રવાસન બોર્ડની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં પ્રવાસન અને યાત્રાધામ બોર્ડ દ્વારા કાર્યરત વિવિધ વિકાસના કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી.

જેમાં પ્રગતિ હેઠળ ધાર્મિક સ્થળોનું નવનિર્માણ, નવીનીકરણ અને અન્ય બાંધકામ અર્થે વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી અને પ્રગતિ હેઠળના  કાર્યોની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ  ભુપતભાઈ બોદર, ધારાસભ્યકુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યગોવિંદભાઈ પટેલ, જિલ્લા આયોજન અધિકારી  નીતિન ટોપરાણી, પ્રાંત અધિકારીઓ તેમજ અન્ય સંબધિત વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.