Abtak Media Google News

ટુર્નામેન્ટમાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો

રાજકોટ રેલ મંડળના સ્પોર્ટસ ડિવિઝન એસોસીએશનની ટીમ દ્વારા ઓપન રાજકોટ લીગ કમ નોક આઉટ ફૂટબોલ ટુર્નામેન્ટ ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ખિતાબને રાજકોટરેલ મંડળની ટીમે પોતાના નામે કરી લીધો હતો. એ.જી.ઓફીસ તથારાજકોટ ડિસ્ટ્રીકટ પૂટબોલ એસોસીએશન દ્વારા દિવંગત ફૂટબોલ પ્લેયર દિનેશ ગોસાઈ અને પીટર જૈકનીસ્મૃતિમાં કરવામાં અવે છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આયોજક આ ફૂટબોલ ટુર્નામેન્ટમાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. આ મો વચ્ચે ૧૧ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન કુલ ૨૧ મેચ રમાડવામાં આવ્યા હતા. ફાઈનલ મેચ રાજકોટ ડિવિઝન સ્પોર્ટસ એસોસીએશનની ટીમ અને એ.જી. ઓફીસની ટીમમાં રેલવેની ટીમે ૨-૧થી જીત મેળવી હતી ફાઈનલ મેચમાં રેલવેની ટીમ તરફથી રિતેશ પંડયા અને હસમુખ પરમારે એક એક ગોલ કર્યો હતો. ટુર્નામેન્ટમાં આબવિન ડિસુઝાને બેસ્ટ મિડ ફિલ્ડર તથા ફરનાન્ડો પ્રેસટનને બેસ્ટ ડિર્ફેડર ઘોષિત કરવામાં આવ્યા હતા. એ.જી.ઓફીસના પ્રિન્સીપાલ અકાઉન્ટન્ટ જનરલ બિરેન પરમાર તથા અન્ય ઓડીટ ના યશવંત કુમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ડીવીઝન સ્પોર્ટસ એસોસીએશનના પ્રેસીડેન્ટ તથા ડીઆરએમ પરમેશ્ર્વર ફૂંકવાલ અને સેક્રેટરી તેમજ સીનીયર ડીસીએમ જેફે વિજેતા ટીમના કેપ્ટન જીતેન્દ્ર ભાભોર, ટીમના મુખ્ય કોચ વાસુદેવ છાછન, સહાયક કોચ એચ.પી.સિંહ ટીમ મેનેજર અજય ભટ્ટ તથા અન્ય દરેક સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.