Abtak Media Google News

પ્લાસ્ટીકના 400 ગ્લાસ જપ્ત કરાયા: ચાર વેપારીઓને રૂ. 7500નો દંડ

કોર્પોરેશનની ઢીલીનીતિના કારણે શહેરમાં પ્રતિબંધીત  પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. ચેકિંગ માત્ર નામ પૂરતું કરવામાં આવે છે. ગઈકાલે ખુદ ડીએમસી પ્લાસ્ટીક ઝુબેશને વેગવાન બનાવવા મેદાનમાં ઉતર્યા હતા.

નાયબ કમિશ્નર આશિષકુમારના રાઉન્ડ દરમિયાન આમ્રપાલી ફાટકથી હનુમાન મઢી ચોક થઈને રૈયા ચોકડીથી આલાપ ગ્રીન સુધી સંપૂર્ણ  રૈયા રોડ પર વેસ્ટ ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સંપૂર્ણ સઘન સફાઈ ઝુંબેશ તથા ન્યુસન્સ પોઈન્ટની સફાઈ કરવામાં આવેલ છે.

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ   અન્વયે 120 માઈક્રોન થી જાડાઈની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉપ્ત્પાદન, સંગ્રહ, વેચાણ, વ5રાશ 5ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે.

રાઉન્ડ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટીક અને 120 માઈક્રોન થી ઓછી જાડાઇની, પ્લાસ્ટીક કેરી બેગ્ઝ વાપરવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્ટ ઝોન ખાતેના રૈયા રોડ 5ર આવેલ દુકાનો દ્વારા પ્લાસ્ટિક કેરી બેગ્ઝ તથા સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વ5રાશ કરવામાં આવતા, નીચેની વિગતે પ્રતિબંધીત પ્લાસ્ટિક કેરી બેગ્ઝ તથા સિંગલ યુઝ પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલ છે.

ચેકીંગ દરમિયાન ચાર વેપારીઓ પાસેથી રૂ.7500નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. અને 400 નંગ પ્લાસ્ટીકના ગ્લાસ તથા 1.5 કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.