Abtak Media Google News

ટેસ્ટનો સરકાર માન્ય ચાર્જ લેવામાં  આવશે: ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટ થકી સિનિયર સીટીઝન, દિવ્યાંગ તેમજ સગર્ભા મહિલાઓ માટે સગવડ ઉભી થશે

હાલમાં, કોરોનાની બીજી લહેરના કારણે સંક્રમિતનું પ્રમાણ વધેલ છે. જેના કારણે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરતી લેબોરેટરીમાં ટેસ્ટ માટે ખુબ જ લોકો જઈ રહ્યા છે. શહેરના ઘણા સિનિયર સીટીઝનો, દીવ્યાંગો કે સગર્ભા મહિલાઓને આર.ટી.પ ી.સી.આર. ટેસ્ટ માટે લેબોરેટરીના સ્ટાફને ઘરે બોલાવવા પડે છે અને પરિસ્થિતિને કારણે તેમાં વિલંભ પણ થતો હોય છે અને કોરોના સંક્રમિતનો ભય પણ રહે. જે બધી બાબતો ધ્યાનમાં રાખીને આજથી  રાજકોટ મહાનગર પાલિકાએ શહેરની જાણીતી લેબોરેટરી ન્યુબર્ગ સુપ્રાટેકના સહયોગથી ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કેન્દ્ર રેસકોર્ષ સંકુલમાં આવેલ કવિ રમેશભાઈ પારેખ રંગદર્શન પાસે સાંસદ મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવેલ.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, ડે.કમિશનર બી.જી. પ્રજાપતિ. તથા એ.આર. સિંહ, તેમજ ન્યુબર્ગ સુપ્રાટેકના ડોક્ટર તથા તેનો સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહેલ. મેયર ડો.પ્રદિપ ડવએ લોકોની સગવડતા માટે ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટના આયોજનની સરાહના કરેલ. અમદાવાદ ન્યુબર્ગના ડિરેક્ટર ડો.સંદીપ શાહનું માર્ગદર્શન મળેલ છે.

Screenshot 8

ટેસ્ટિંગ સ્ટેશન પર ગણતરીની મિનિટોમાં વ્યક્તિના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટેના જરૂરી સેમ્પલ લેવામાં આવશે ત્યારબાદ વ્યક્તિ પોતાનું વાહન ટેસ્ટિંગ સ્ટેશનથી આગળ હંકારી લઈ જઈ શકશે. બાદમાં 24 થી 36 કલાકના સમયગાળામાં સંબંધિત વ્યક્તિને વોટ્સએપ, ઈમેઈલ કે એસ.એમ.એસ.ના માધ્યમથી રીપોર્ટ અંગેની જાણ કરવામાં આવશે.ડ્રાઈવ થ્રુ આર.ટી.પી .સી.આર. ટેસ્ટ એ ખુબજ ઝડપી અને સાનુકુળ ટેસ્ટિંગ પદ્ધતિ છે. આ ટેસ્ટમાં કોઈ પણ વ્યક્તિ પોતાનું વાહન લઈને ટેસ્ટિંગ સ્થળ પર જઈને વિના વિલંબે આ ટેસ્ટ કરાવી શકે છે. આ ટેસ્ટનો સરકાર માન્ય ચાર્જ રૂ.700 છે.વ્યક્તિએ  ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવાની જરૂરિયાત રહેતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પુર્વે જ અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટની સુવિધા શરૂ થયેલ છે. જયારે હવે આ સુવિધા રાજકોટમાં પણ લોકોને ઉપલબ્ધ્ધ બની છે. ટેસ્ટિંગ માટેનું પેમેન્ટ રોકડા, પેટીએમ, કે યુ.પી.આઈ. દ્વારા કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.