Abtak Media Google News

અબતક, રાજકોટ

શહેર પોલીસ ની કામગીરીની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી છે જેમાં  રાજકોટ ઇ-કોપ ” એપ્લીકેશન ને રાષ્ટ્રીય  કક્ષાનો  પોલીસ એન્ડ સેફટીનો સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

વધુ વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ  ના માર્ગદર્શન  હેઠળ રાજકોટ ઇ-કોપ” એપ્લીકેશન બનાવવામાં આવેલ છે. રાજકોટ ઇ-કોપ” એપ્લીકેશન એક સ્માર્ટ , પેટ્રોલીંગ અને મોનીટરીંગ સીસ્ટમ છે. રાજકોટ ઇ-કોપ એપ્લીકેશન પી.સી.આર.પેટ્રોલીંગ, બાઇક પેટ્રોલીંગ તથા નાઇટ રાઉન્ડની પોલીસની કામગીરી માં સીધી દેખરેખ રાખે છે. જેના કારણે નાઇટ પેટ્રોલીંગ સઘન,સુદ્રઢ અને પરીણામ લક્ષી બનેલ છે.

આ એપ્લીકેશન દારા  શહેર પોલીસ દ્વારા પેટ્રોલીંગ, નાઇટ પેટ્રોલીંગ, બંદોબસ્ત વિગેરે કામગીરી દરમ્યાન તેઓની ઓનલાઇન હાજરી અને નોકરીના સમય ની વિગતો આવરી લેવામા આવેલ છે આ એપ્લીકેશનનો ઉપયોગ કરીને પોલીસ અધિકારી અને કર્મચારીઓની ફરજની કામગીરી ચકાસી શકાય છે.

આ એપ્લીકેશન રાજકોટ શહેર પોલીસ ના મોબાઇલમાં એપ્લીકેશન સ્વરૂપમાં રહે છે આ એપ્લીકેશનનો ઉપયોગ કરીને પોલીસ અધિકારી તથા કર્મચારીઓની ડયુટી દરમ્યાનની કામગીરી ચકાસી શકાય છે.  શહેરના ટેકનોસેવી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ રાજકોટ ઇ-કોપ” એપ્લીકેશનને અગાઉ ગવરનન્સ નાવ ઇન્ડીયા પોલીસ વર્ચ્યુલ સમીટ એન્ડ એવોર્ડ 2020 માં કેપીસીટી બિલ્ડીંગ એવોર્ડ” તા.16/11/2021 ના રોજ રાજકોટ ઇ-કોપ એપ્લીકેશનને રાષ્ટ્રીય કક્ષાનો  પોલીસ એન્ડ સેફટી ” સીલ્વર કેટેગરી નો સ્કોચ એવોર્ડમળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.