Abtak Media Google News

શાકભાજી અને બટેટા ધોયા વિના જ ઉપયોગમાં લેવાતા હોવાનો પર્દાફાશ: મીઠી ચટણીના નમૂના લેવાયાં: ઢોસા ડોટ ઇનને પણ નોટિસ

નજીવી રકમમાં સ્વાદ શોખીનોને અનલીમીટેડ ભજીયા પીરસતા નાનામવા મેઇન રોડ સ્થિત માહીન મયુર ભજીયા સેન્ટરના ભજીયા ખાવા આરોગ્ય માટે જોખમકારક છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા અહીં હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમ્યાન ભજીયા બનાવવા માટે વપરાતા શાકભાજી અને બટેટાનો ઉપયોગ ધોયા વિના કરવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા નાનામવા રોડ પર સિલ્વર પોઇન્ટ કોમ્પ્લેક્સમાં શોપ નં.6માં શાસ્ત્રીનગર (અજમેરા) ગેઇટની સામે આવેલા અને અનલીમીટેડ ભજીયાનું ડિશનું વેંચાણ કરતા માહીન મયુર ભજીયામાં આજે ચકાસણી કરવામાં આવી હતી. ભજીયા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા શાકભાજી અને બટેટાનો ઉપયોગ ધોયા વિના જ કરવામાં આવતો હતો.

ખુલ્લામાં ખાદ્ય પદાર્થ રાખવામાં આવતા હતા. ચકાસણી દરમ્યાન 5 કિલો વાસી સમોસાનો નાશ કરવામાં આવ્યો હતો અને હાઇજેનીંક ક્ધડીશન જાળવવા નોટિસ આપવામાં આવી છે. સાથોસાથ મીઠી ચટણીનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત હરિદ્વાર હાઇટ્સ સામે મહાત્મા ગાંધી સ્કૂલ પાસે ઢોસા ડોટ ઇનમાં ચેકીંગ દરમિયાન નોટિસ ફટકારી સાંભારનો નમૂનો લેવામાં આવ્યો હતો.

નોનવેજના હાટડાઓ પર ચેકીંગનું ધોંસ યથાવત

નોનવેજના હાટડાઓ પર કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ચેકીંગ યથાવત રાખવામાં આવ્યું છે. આજે પ્રહલાદ સિનેમાની સામે લાખાજીરાજ રોડ પર નેશનલ રેસ્ટોરન્ટમાંથી ચીકન મસાલા, ઇકબાલ રેસ્ટોરન્ટમાંથી મટન મસાલા અને જવાહર રોડ પર હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટમાંથી ચીકન સુલતાનાનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે મોકવામાં આવ્યો છે. જીવરાજ પાર્ક મેઇન રોડ પર અલગ-અલગ ખાણીપીણીની દુકાનોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

જે અંતર્ગત રાધે ફાર્માસી, ખોડીયાર પાન, ક્રિષ્ના કેન્ડી, ઓશન મેડીકોઝ અને માર્ટ સુપર માર્કેટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.