Abtak Media Google News

ગુજરાત વિધાનસભાનો ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, હાલ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને ફોર્મ પરત ખેંચવાની પણ તારીખ જતી રહી છે

સૌરાષ્ટ્રનું એપી સેન્ટર ગણાતું રાજકોટમાં ઇલેક્શન કમિશને લીધા પગલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો  પૂર્ણ જોર શોરથી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપના 15 થી વધુ ઉમેદવારોને ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવાની છે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે થશે પરંતુ હાલ રાજકોટમાં ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ ન કરનારાઓને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને ઉમેદવારોને ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે

ચૂંટણીપંચે ચૂંટણી ખર્ચની મર્યાદામાં 250%નો કર્યો છે વધારો

વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે જૂની ખર્ચની મર્યાદા રૂપિયા 16 લાખ હતી જેમાં 2022 માં વધારો કરી પ્રત્યેક ઉમેદવાર વિધાનસભા ચૂંટણી માટે રૂ. 40 લાખ સુધીનો ખર્ચ કરી શકશે તેવી મંજૂરી આપી છે

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને અનેક સરકારી સંસ્થાઓને જેવી કે આવકવેરા વિભાગ રાજ્ય પોલીસ, રીઝર્વ પોલીસ ફોર્સ, રાજ્ય જીએસટી વિભાગ તથા અન્ય લાગુ પડતી એજન્સીઓને પણ બધા જ ઉમેદવારોના ખર્ચ ઉપર હિસાબ રાખવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.