રાજકોટ: ‘બેસ્ટ ઓફ ધ બેસ્ટ’ના ભવ્ય રાસોત્સવમાં ચુનંદા ખેલૈયાઓનો જામશે જંગ

  • ગાયકો વિશાલ પંચાલ, અશ્ર્વિન મહેતા, એન્કર ઋષિ દવે અને આકાંક્ષા ગોંડલીયા ખેલૈયાઓને જોમ ચડાવશે: લાખેણા ઇનામોની વણઝાર
  • ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે અકિલા બેસ્ટ ઓફ ધ બેસ્ટની ટીમ

રાજકોટમાં સતત પંદર વર્ષથી અકિલા બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવનું આયોજન કરનારા આયોજકો પણ આ વખતે ખેલૈયાઓને મોજ કરવા મેદાને આવી ગયા છે. સતત પંદર વર્ષથી રાજકોટમાં બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવ યોજાય છે. પ્રેસ ફોટોગ્રાફર અશોક બગથરીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ વર્ષે 1પ0 ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક ચોક, સોનમ ગરબા ગ્રાઉન્ડ ખાતે તા. 6-10 ના રોજ ગુરુવારે સાંજે 7 થી 10.30 સુધી ભવ્ય રાસોત્સવ યોજાશે. જેમાં શહેરના તમામ અર્વાચીન રાસોત્સવના વિજેતા ચુનંદા ખેલૈયાઓ વચ્ચે બેસ્ટ ઓફ ધ બેસ્ટ નો ખરાખરીનો જંગ જામશે.

‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા અશોક બગથરીયાએ જણાવ્યું હતું કે અલિકા બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા ટીમમાં જીલ એન્ટરટેઇનમેન્ટ એન્ડ મીડીયાના નેજા તળે ગાયકો વિશાલ પંચાલ, અશ્ર્વિની મહેતા સહીતના રંગ જમાવશે. જયારે ઋષિ દવે અને તેની સાથે આંકાક્ષા ગોંડલીયા એન્કરીંગની જવાબદારી નિભાવશે.

અકિલા બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવની એક ખાસીયત લાખેણા ઇનામો પણ છે. એક જ દિવસ માટેના આ રાસોત્સવમાં ચુનંદા ખેલૈયાઓ વચ્ચેના આ રાસોત્સવમાં વિજેતાઓને બાઇક, એલઇડી, ફ્રિઝ, વોશીંગ મશીન સહીતના ઇનામોથી નવાજવામાં આવે છે. આ વર્ષે બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવ દશેરાના બીજા દિવસે એટલે ક તા. 6 ના રોજ શિતલ પાર્ક ચોક, 1પ0 ફુટ રીંગ રોડ સોનલ ગરબા ગ્રાઉન્ડ ખાત યોજાશે.

જેમાં જૈન વિઝનના મિલન કોઠારી સોનમ ગરબા ગ્રાઉન્ડનો ખાસ સહયોગ સાંપડયો છે. રાસો5સવોનું ઉદઘાટન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ કલેકટર તંત્ર, પોલીસ તંત્ર, મ્યુનિ. કોર્પોરેશનના તંત્રના ઉચ્ચ અધિકારીઓ, આમંત્રીતો તેમજ રાજકીય ક્ષેત્રના ધુરંધરો આગેવાનો તેમજ અન્ય ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉ5સ્થિત રહી બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવ ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે.આ સમય આયોજનન સફળ બનાવવા અશોક બજથરીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઇ પટેલ, આશિષભાઇ વાગડીયા, ભુપતભાઇ બસીયા, મિલનભાઇ કોઠારી, જયદીશભાઇ પટેલ, જયેશભાઇ સોરઠીયા, દિપેન તન્ના, રોહિત પટેલ ચરખડી, પારસભાઇ રાઠોડ, ધવલ પરમાર અને સંદિપ બગથરીયા જહેમત ઉઠાવી રહ્યા છે.