Abtak Media Google News

સૌથીલાંબી 650 કિલોમીટર અશ્વ સવારી યાત્રાનું આયોજન કરાયું

ગુજરાત સરકાર પ્રેરીત તેમજ અદ્વૈત હોર્સ રાઈડીંગ કલબ આયોજીત ભારતની સૌથી લાંબી 650 કિલોમીટર અશ્વસવારી યાત્રાનું આયોજન કરાયું હતુ તાજેતર સરકારના એકતાપર્વ ઉજવણીના ભાગ રૂપે સ્ટેચ્યું ઓફ યુનિયીકેવડીયા ડી.વાય.એસ.પી. વાણી દુધાત દ્વારા આ યાત્રાનું લીલીજંડીઆપી પ્રસ્થાન કરાયું હતુકલબ અધ્યક્ષ મહેશ દવે દ્વારા સવારોને આશીર્વાદ આપી માહિતી પ્રદાન કરી હતી.

અશ્વસવારીને યાત્રા નિર્વિઘન પરિપૂર્ણ થાય તેમાટે રાજયસભા સાંસદ રામભાઈ મોકરીરયા રાજેન્દ્રભાઈ ત્રિવેદી, હર્ષ સંઘવી, જીતુભાઈ વાઘાણી, રાઘવજીભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, કીર્તિસિંહ વાઘેલા, બ્રિજેશ મેરજાએ શુભેચ્છા મૂલાકાત તેમજ શુભકામનાઓપાઠવી હતી. આ યાત્રામાં કાઠીયાવાડી, મારવાડી સિંધી અશ્ર્વોએ પોતાની મજબૂતી દેખાડી હતી પાંચ અ્શ્ર્વસવારોની ટીમ માં જયકુમાર વ્યાસની આગેવાનીમાં નેશનલ ક્રેડેટ કોર્પ વતી મહિલા સશકિતકરણની આગેવાની નિક્રિતા વ્યાસ તેમજ સાથી કેડેટ રિધમ જાનીએ રાજકોટ ડિસ્ટ્રીકટ રાઈફલ એસોસીએશનનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.

અન્ય બે અશ્વસવારો એ ભાવનગર માઉન્ટેડ તેમજ બનાસકાંઠા વતી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતુ. ગુજરાત સરકારની પ્રેરણા થકી માઉન્ટેડ ગુજરાતના તાલીમબધ્ધ સવારો દ્વારા વિશ્વવિક્રમ સફળતા પૂર્વક સર્જતા તાલીમી સંસ્થા તરીકે ગુજરાત માઉન્ટેડ પોલીસ તેમજ આયોજક સંસ્થા તરીકે અદ્વૈત હોર્સ રાઈડીંગ કલબ, જસરા અને અશ્વશકિત લાગણી ધરાવતા અશ્વપ્રેમીઓ ગૌરવની લાગણી અનુભવે છે.

661 કિલોમીટરના અંતર પૂરૂ કરીને સવારો અખલુંજ મુકામે પહોચ્યા હતા રામ અશ્વ શોના આયોજક ધવલસિંહ મોહિતે પ્રતાપ પાટીલ દ્વારા અ્શ્ર્વસવારોનું ધમાકેદાર ઢોલનગારા સાથે ભવ્યાતીભવ્ય સ્વાગત સન્માન કરી મોમેન્ટો અર્પણ કરાયા હતા વિશ્વવિક્રમ બનાવી લાંબી અશ્વસવારીની એકતાયાત્રા પૂર્ણ કરી અશ્વ અને અશ્વસવારો પરત આવતા સ્પોર્ટસ કલબ ડીસા, બનાસકાંઠા દ્વારા અશ્વ અને અશ્વસવારોના સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ.

આ યાત્રાની સફળતા માટે એ.પી.ત્રિવેદી શિક્ષણ સંસ્થાન વતી કિશનભાઈત્રિવેદી ગોપાલા કોર્પોરેશન સંજયસિંહ કચ્છાવા, પી.એસ.આઈ.દીપક ગૌર, અધ્યક્ષ મહેશભાઈદવે તેમજ આચાર્ય ઘનશ્યમાજી વ્યાસની મહેનત રંગ લાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.