Abtak Media Google News

ગ્રીન હાઉસ ઝોનના ઉત્સવના ઘટાડો કરવા રાજકોટ લીધેલા પગલાઓની વિશ્વને  આપી માહિતી

પોલેન્ડમાં યોજાયેલી   વર્લ્ડ અર્બન ફોરમમાં મેયર ડો.પ્રદિપ ડવે  ક્લાઇમેન્ટ રેઝિલિએન્ટ એક્શન પ્લાનની વિગત રજુ  કરી હતી. પ્રોજેકટના પરિસંવાદ “ટ્રાન્સફોર્મિંગ અવર સિટીઝ ફોર એ ક્લાઈમેટ રેઝિલિએન્ટ ફ્યુચર” માં રાજકોટ મેયર ડો.પ્રદિપ ડવએ શહેરમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ધટાડો કરવા માટે લેવાયેલ પગલાઓ તેમજ   શહરે આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલ સિદ્ધિઓ વિશે માહિતી  આપી હતી.

શહેરીકરણની વૈશ્વિક પરિષદ  વર્લ્ડ અર્બન ફોરમમાં 11 માં 170 દેશો માંથી 20,000 થી વધુ લોકોએ નોંધણી  કરાઈ હતી. આ પરિષદના 5 દિવસ દરમ્યાન વિશ્વના પ્રત્યેક ખૂણેથી આવેલ અનુભવી આગેવાનોએ “વધુ સારા શહેરી ભવિષ્ય માટે અમારા શહેરોનું પરિવર્તન”ની થીમ પર વિવિધ પરિષદ તેમજ પરિસંવાદમાં પોતાના વિચારો અને સૂચનોને રજૂ  કરી હતી.

12X8 12

કેપેસિટીઝ  પ્રોજેકટ અંતર્ગત સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન   દ્વારા ક્લાઈમેટ રેઝિલિએન્ટની દિશામાં કામ કરવા માટે કુલ 8 શહેરોને સપોર્ટ મળી રહેલ છે. જેમાં ગુજરાત રાજ્યના 3 શહેરો (અમદાવાદ, રાજકોટ, તથા વડોદરા), તમિલનાડુ રાજ્યના 3 શહેરો, રાજસ્થાન રાજ્યના 1 શહેર તથા પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી 1 શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે. રાજકોટ શહેર 2016થી CapaCITIES પ્રોજેકટનો ભાગ રહેલ છે અને રાજકોટમાં લેવાયેલ કલાઇમેટ રેઝિલિએન્ટ પ્રોજેક્ટ્સની નોંધ લઈને રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવને 30મી જૂન, 2022 ના રોજ પોલેન્ડના Katowice  શહેરમાં આયોજિત World Urban Forum 11 માં; સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધી ૠજ્ઞઈં ના પેવેલિયનમાં રાજકોટ શહરેની સિદ્ધિઓ અને તે મેળવવા માટે શહેરમાં લેવાયેલ પગલાઓ વિષે બોલવા માટે આમંત્રણ આપવામાં આવેલ.   આ ફોરમમાં આમંત્રણ મેળવનાર ભારતના એક માત્ર મેયર હતા.

CapaCITIES  પ્રોજેક્ટના આયોજિત સત્રમાં  ઈમાની કુમાર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ICLEI-South Asis અતશત દ્વારા CapaCITIES પ્રોજેક્ટ હેઠળ વિકસિત ક્લાઈમેટ એક્શન પ્લાન્સ અને પદ્ધતિઓ વિષે જાણકારી આપી હતી.   હેંસ પીટર,   એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાઇનાન્સ એકત્રિત કરવા માટે શહેરો દ્વારા સામનો કરવામાં આવતા મુખ્ય પડકારો પર પ્રકાશ પાડ્યો હતો.   મેયર, ડો. પ્રદિપ ડવ દ્વારા આ સત્રમાં શહેર માટે બનાવેલ “ક્લાઈમેટ રેઝિલિએન્ટ સિટી એક્શન પ્લાન” તેમજ તેમાં સમાવિષ્ટ ગ્રીન હાઉસ ગેસ એમીશન ઇન્વેંન્ટરીને વિષે માહિતી આપેલ. મેયર એ જણાવેલ કે, ગ્રીન હાઉસ ગેસ   એમીશન ઇન્વેંન્ટરીને દર વર્ષે અપડેટ કરવામાં આવે છે અને શહેરમાં ગ્રીન હાઉસ ગેસ નું ઉત્સર્જન ઓછું થાય તે માટે રેગ્યુલર પ્રોજેકટ પણ ઇંપ્લીમેંટ કરવામાં આવે છે. ક્રિટિકલ અર્બન સેક્ટર્સ જેવાકે, એનેર્જી, ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ, વેસ્ટ, વોટર તથા ડ્રેનેજ મેનેજમેંટ માટે કરવામાં આવી રહેલ કામ વિષે તેમણે માહિતી આપેલ. તેમણે શહેરમાં ગ્રીનકવર વધારવા, સોલર સિસ્ટમ થકી શહેરમાં પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતમાં વધારો કરવા, ઈલેક્ટ્રીક મોબિલિટી અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમની સ્થાપના જેવા પ્રશંસનીય કાર્ય વિષે વિસ્તૃત જાણકારી આપેલ. આવનાર સમયમાં રાજકોટ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો અપેક્ષિત હોઈ, તે માટે જરૂરી પ્લાનીંગ અંગે કામ કરવા માટે તેમણે જરૂરિયાત જણાવેલ. આવનાર સમયમાં રાજકોટ શહેરમાં બશજ્ઞમશદયતિશિું અંગે વિગતવાર કામ કરવા માટે તેમણે, વિવિધ સંસ્થાઓને આમંત્રણ પણ આપેલ. રાજકોટ શહેરે આંતરરાષ્ટ્રીય સ્તરે કરેલ કામગીરી અને તે થકી મેળવેલ પુરસ્કાર જેવા કે, One Planet City Challenge  માં રાષ્ટ્રીય વિજેતા અને Global Covenant of Mayors for climate and energy માં બધા બેજીસ મેળવનાર પ્રથમ શહેર હોઇ તે અંગે પણ વિગતવાર માહિતી આપેલ. રાજકોટ મેયરે ગ્લોબલ ક્ધવેનન્ટ ઓફ મેયર્સના કો-મેનેજિંગ ડાયરેક્ટર   સાથે મુલાકાત કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.