રાજકોટ: એક સંતાનની માતા પર બળાત્કાર ગુજારનાર બે સંતાનના પિતાની ધરપકડ

જસદણના કનેસરાના શખ્સે બંદુક અને છરી બતાવી પાંચ માસ સુધી અવાર નવાર દુષ્કર્મ આચયું

 

શહેરના ગોડલ રોડ પર ખોડીયારપરામાં માસુમ બાળક સાથે એકલી રહેતી મહિલાના પુર્વ બોયફ્રેન્ડના મિત્રએ બંદુક અને છરી બતાવી પાંચ માસ સુધી અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતાત માલવીયાનગર પોલીસે જસદણ તાલુકાના કનેસરા ગામના બે સંતાનના પિતાની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત  મુજબ કનેશરાના યુવક સાથે 11 વર્ષ પહેલાં મૈત્રિ કરાર કર્યા બાદ પતિ-પત્નીની જેમ રહ્યા બાદ બંને વચ્ચે મનદુ:ખ થતા કનેસરાના યુવકને છોડી રાજકોટના ખોડીયારપરામાં પોતાના બાળક સાથે રહેવા આવી હતી. કનેસરામાં મૈત્રી કરારથી જેની સાથે રહેતી તે યુવકના મિત્ર વનરાજ  રામકુ ગીડા પરિચયમાં આવ્યો હતો. યુવક-યુવતી વચ્ચે ઝઘડા થતા ત્યારે વનરાજ ગીડા દરમિયાનગીરી કરી બંનેનું સમાધાન કરાવતો હતો. આમ છતાં બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા યુવતીએ પોલીસમાં અરજી આપી હતી અને પોતાના બોયફ્રેન્ડથી છુટકારો મેળવી ખોડીયારપરામાં પોતાના પુત્ર સાથે રહેતા આવી ગઈ હતી.

પાંચેક માસ પહેલાં વનરાજ ગીડાએ યુવતીનું રાજકોટનું સરનામું મેળવી યુવતીને મળવા માટેઆવ્યો હતો ત્યારે યુવતીને મોબાઇલ લઇ દીધો હતો અને કંઇ ચિંતા ન કરવા તેમજ માતા-પુત્રનું ભરણ પોષણ કરવા અંગેની તૈયારી બતાવી હતી. વનરાજ ગીડા યુવતીને અવાર નવાર મળવા આવતો અને પોતાની સાથે શરીર સંબંધ બાંધવાનું જણાવતો હતો પરંતુ વનરાજ ગીડાને તાબે ન થતા તેને બંદુક અને છરી બતાવી યુવતીને તેના પુત્રની તેમજ તેણીના ભાઇઓની હત્યા કરવાની ધમકી દઇ બળાત્કાર ગુજાર્યા બાદ આ રીતે ધાક ધમકી દઇ પાંચ માસ સુધી અવાર નવાર દુષ્કર્મ આચરતો હોવાથી તેનાથી કંટાળી મોરબી રોડ પર રહેવા જતી રહી હતી અને માલવીયાનગર પોલીસમાં વનરાજ ગીડા સામે ફરિયાદ નોંધાવતા પી.આઇ. આઇ.એન.સાવલીયા,પી.એસ.આઇ. એમ.એસ. મહેશ્ર્વરી અને હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ ભેટારીયા સહિતના સ્ટાફે બે સંતાનના પિતા વનરાજ રામકુ ગીડાની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી છે.