Abtak Media Google News

અબતક-રાજકોટ

દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે વ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્રે આપઘાત કરી લેતા પરિવારનો માળો વિખેરાય ગયો છે. શહેરના સહકાર મેઈન રોડ પર રહેતા વેપારી પિતા-પુત્રે બસ સ્ટેન્ડ નજીક જય ખોડીયાર ચેમ્બર્સ બીજા માળે લોબીમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા કડવા પટેલ પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. એ-ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.

સહકારનગરમાં રહેતા પ્રૌઢે પુત્રને ઝેરી દવા પીવડાવી અને પોતે ઝેર ગટગટાવી જીવન ટૂંકાવી લીધુ: કડવા પટેલ પરિવારમાં અરેરાટી

 પોલીસની પ્રાપ્ત વિગત મુજબ શહેરના મધ્યમાં આવેલા બસપોર્ટ નજીક રજપુતપરા પાછળ જય ખોડીયાર ચેમ્બરના બીજા માળે પ્રૌઢ અને યુવાન બેભાન હાલતમાં પડ્યા હોવાની વેપારીઓએ એ-ડિવિઝન પોલીસને જાણ કરતા પી.એસ.આઈ. એસ.એચ.નિમાવત સહિતના સ્ટાફ દોડી ગયા હતા.

પોલીસે ૧૦૮ને બોલાવતા સ્ટાફ દોડી આવી સ્ટાફે બન્નેને મૃત જાહેર કરતા પોલીસે મૃતકના ખિસ્સામાંથી મળી આવેલા આધારકાર્ડના આધારે સહકારનગર મેઈન રોડ પર આવેલા બીએસએનએલની ઓફીસ સામે રહેતા ભીમાણી પ્રતાપભાઈ અરજણભાઈ (ઉ.વ.૬૫) અને તેનો પુત્ર વિજયભાઈ પ્રતાપભાઈ (ઉ.વ.૩૫) હોવાનું બહાર આવતા તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

એસ. જનક સેરવાની નામની પેઢીના સંચાલક ૧૫ લાખનું બુચ માર્યુ’તું:
લેણદારોના ત્રાસથી ૧ માસથી દુકાન ખોલી ન હતી

આ બનાવની જાણ થતાં મૃતક પ્રતાપભાઈની પુત્રી ટીનાબેન અને ભત્રીજો દોડી આવ્યા બન્ને ઓળખી બતાવતા પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રતાપભાઈને રાજેશ્રી ટોકીઝ પાસે ખોડીયાર ટી-સ્ટોલ અને ગાયત્રીનગરમાં આવેલું મકાન વર્ષ ૨૦૧૧માં વેંચી નાખ્યું હતું તે પેટે આવેલી રકમ ૧૫ લાખ દિગ્વિજય પ્લોટમાં આવેલા એસ.જનક નામના કપડાના વેપારીને વ્યાજે રકમ આપ્યા બાદ એસ.જનક નામના કપડાનો વેપારીએ દેણુ વધી જતાં ગામ છોડ્યું હતું. બાદ પ્રતાપભાઈ આર્થિક જરૂ રીયાત માટે ગામમાંથી વ્યાજે રકમ લીધી હતી તે રકમ ચૂકવવા માટે વ્યાજ રકમ લેવાની ફરજ પડતા લેણદારો દ્વારા ઉઘરાણી અંગે ત્રાસ અપાતા આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.

આ ઉપરાંત મૃતક પ્રતાપભાઈનો ભત્રીજાએ કહેલું કે છેલ્લા ૧૫ દિવસથી ફોન કરતા અને જીંદગીથી કંટાળી ગયો છું અને મરી જવુ છે અને ગઈકાલે ફોન કરી કહેલું હું દવા પી આપઘાત કરી લેવો છે હું હવે કંટાળી ગયો છું પુત્ર વિજયને દવા પીવડાવી દેવી છે. તેમ કહી જીવન ટૂંકાવી લીધુ છે. પરિવારજનો એ જણાવ્યું છે કે, મૃતક પાસેથી એક ડાયરી મળી આવી છે. તે પોલીસે કબ્જે કરી છે તેમાં કોની પાસેથી રૂ પિયા કેટલા ટકા લેખે લીધા અને કેટલા ચૂકવ્યા સહિતનો હિસાબ છે.

 

મૃતક પ્રતાપભાઈ ૧૫ દિવસ પૂર્વે પત્નીને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યા’તાં

મૃતક પ્રતાપભાઈ તેની પત્ની રેખાબેનને ૧૫ દિવસ પૂર્વે રતનપર વૃધ્ધાશ્રમમાં મુકી આવ્યા હતા તેવું તેના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પ્રતાપભાઈ વૃદ્ધાશ્રમને પત્નીને છોડી આવ્યા ત્યારે તેમના પરિવારજનોને આ અંગે વાત કરતા તેનાં પરિવારના સભ્યોએ તેને આ બાબતે ઠપકો પણ આપ્યો હતો. ઉપરાંત જણાવ્યું હતું કે, રેખાબેન તેના પુત્ર અને પતિથી કંટાળી ગયા હતા. કારણ કે, તેમનો ચાનો ધંધો બંધ હતો અને પિતા-પુત્ર બીજી કોઈ નોકરી કરતા ન હતાં અને ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હતું. હાલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.