રાજકોટ: રામકૃષ્ણ નગરમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીનો આપઘાતનો પ્રયાસ

શીતલ પાર્ક પાસે ધંધા માટે ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા યુવાને ફિનાઈલ ગટગટાવ્યું

શહેરમાં જુદા જુદા બે સ્થળોએ આપઘાતના પ્રયાસ કર્યાની બે ઘટના સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાઈ છે જેમાં રામકૃષ્ણ નગરમાં પતિના ત્રાસથી કંટાળી અલગ રેતી પત્નીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે શીતલ પાર્કમાં ધંધો કરવા માટે હાથ ઉંછીના આપેલા પૈસાની માંગણી કરતા યુવાને ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ રામકૃષ્ણ નગરમાં રહેતી જ્યોશનાબેન સંજયભાઈ ચૌહાણ નામની 25 વર્ષની પરણીતા ગઈકાલે પોતાના પીજીમાં હતી ત્યારે ગળાફાંસો ખાય આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રૂમ પાર્ટનર જોઈ જતા તેને નીચે ઉતારી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

હોસ્પિટલના બીજાને રહેલી જ્યોત્સનાબેન ચૌહાણએ જણાવ્યું હતું કે તે તેના પતિ સંજયથી છેલ્લા એક વર્ષથી અલગ રહે છે. તેમ છતાં પણ તેનો પતિ અવારનવાર રસ્તા પર અને જાહેરમાં તેની પજવણી કરતો હોય અને ત્રાસ ગુજરાતો હોય જેના કારણે પોતે ગળાફાંસો ખાય આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ધન્ય બનાવવામાં મુઝકા 13 માળિયા ક્વાર્ટરમાં રહેતા અને શીતલ પાર્કમાં સીટ કવરની દુકાન ધરાવતા અજયભાઈ શાંતિલાલ વાઢેર નામના 31 વર્ષના યુવાને ટ્રાફિક પાસે ફીનાઇલ ગટગટાવી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના બીછાને રહેલા યુવાને જણાવ્યું હતું કે તેને ધંધા માટે સગા સંબંધીઓ પાસેથી રૂ.6 લાખ હાથ ઉછીના લીધા હતા તેઓ હવે ઉઘરાણી કરતા હોય જેના કારણે પોતે ફિનાઈલ પી ગયો હતો.