રાજકોટ: કોર્પોરેશન દ્રારા પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટીની મોકડ્રીલ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા આજે શહેરની શ્રી રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા નં. 64 બી, સાધુ વાસવાણી રોડ શાળામાં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.મોકડ્રીલ દરમ્યાન શાળામાં પ્રિન્સીપાલ, શિક્ષકો તેમજ શાળાના તમામ સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર  એચ. પી. ગઢવી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા શાળામાં આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો અને વિદ્યાર્થીઓને તથા અન્ય સ્ટાફને કઇ રીતે બચાવવા તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામા આવ્યું હતું.