Abtak Media Google News

રેસકોર્સના બગીચામાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો

શહેરના નાનામૌવા મેઇન રોડ પર આવેલી લક્ષ્મીનગર શાક માર્કેટ નજીર જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને તેમજ રેસકોર્ષના બગીચાની અંદરથી એક શખ્સને મોબાઇલ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સો શહેર પોલીસે ઝડપી લીધો છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ શહેરના નાનામૌવા મેઇન રોડ નજીક લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે ઘોડીપાસાનો જુગાર ખેલતા લલીત દેવજીભાઇ ચુડાસમા, વિજેન્દ્ર  ધીરજલાલ ગોહેલ, ક્ષત્રપાલ ડાયાભાઇ સોલંકી, મહેન્દ્ર ઉર્ફે પેટી દિનેશભાઇ  સુરાણી અને મહેશગીરી રૂગનાથગીરી ગૌસ્વામી નામનાખેલાડીઓને માલવીયાનગર પોલીસે રૂ. 13,500 ની રોકડ સાથે ઝડપી લીધા છે.

જયારે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ  પ્રદિપસિંહ જાડેજાએ રેસકોર્ષના બગીચામાં પાસેથી તેના મોબાઇલમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો પર હારજીતનો જુગાર રમતો ગાંધીગ્રામ સોસાયટી શેરી નં.8 માં રહેતો જીજ્ઞેશ જહાભાઇ જોગરાણા નામના શખ્સને રૂ. 10 હજારની કિંમતના મોબાઇલ સાથે ઝડપી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.