રાજકોટ: ફૂટબોલ અને ક્રિકેટ પ્લેયરના હાર્ટ એટેકથી મોત

મારવાડી કોલેજનો વિદ્યાર્થીનું કેમ્પસમાં ફૂટબોલ રમતી વેળાએ હાર્ટ બેસી ગયું

રેસકોર્ષ ગ્રાઉન્ડમાં બેટિંગ કરતી વેળાએ છાતીમાં બોલ લાગ્યા બાદ દુખાવો ઉપડતા યુવાનની જિંદગીની ઇનિંગનો અંત

કોરોનાની ગંભીર લહેરો બાદ નાની ઉંમરમાં પણ હૃદય બેસી જવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ બે યુવાનોના હાર્ટએટેકના કારણે મોત નિપજયાનું સામે આવ્યું છે. ઠંડીના કારણે શહેરમાં નાનાઈ ઉંમરમાં પણ હૃદય બેસી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં જ બે યુવાનોનું હૃદય બેસી જ્યાં મોત નિપજયાનું સામે આવ્યું છે.

રાજકોટના મારવાડી કોલેજમાં અભાયા કરતો યુવાન ગઇ કાલે સાંજે કેમ્પસમાં ફૂટબોલ રમતો હતો ત્યારે એકાએક ઢળી પડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય બનાવમાં રેસ્કૉર્ષ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વેળાએ એક યુવકને હાર્ટએટેક આવી જતા તેનું પણ મોત નિપજયું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઓડિસ્સાના અને હાલ ગાંધીધામ રહેતા અને મારવાડી કોલેજમાં કોમ્યુટર એન્જિનિયરિંગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા આર વિવેક કુમાર આર ભાસ્કર નામનો ૨૦ વર્ષનો યુવાન ગઇ કાલે સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં કોલેજના કેમ્પસમાં ફૂટબોલ રમતો હતો. તે દરમિયાન એકાએક યુવકને છાતીનો દુખાવો ઉપડતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં ફરજ પરના તબીબે આર વિવેકકુમારને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે પોલીસે ઘટનાની નોંધ કરી મૃતક યુવકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આર વિવેકકુમાર મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા એક્સ આર્મીમેન છે. મૃતક એક ભાઈ અને એક બહેનમાં મોટો હોવાનું પીએમ જાણવા મળ્યું છે.

તો અન્ય બનાવમાં જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતો રવિ વેગડા નામનો યુવક રવિવારે સવારે તેના મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો અને સ્થાનિક ટીમ સાથે ટેનિસ બોલથી ક્રિકેટનો મેચ રમ્યો હતો. રવિ બેટિંગમાં આવ્યો ત્યારે તેને ટેનિસનો બોલ છાતીમાં લાગતાં તે ઇન્જર્ડ થયો હતો અને શ્વાસ ચડવા લાગતાં તેણે રનર રાખ્યો હતો. ઇજા થવા છતાં બેટિંગ કરીને યુવક ૨૨ રન બનાવી તે આઉટ થયો હતો. આઉટ થતાં જ પોતાની ટીમના અન્ય સભ્યો સાથે બેઠો હતો.

ત્યાર બાદ યુવાન રવિ વેગડા છાતીમાં સહેજ દુખાવો ઉપડતાં તે બાજુમાં પાર્ક કરેલી પોતાની કારમાં જઇને બેઠો હતો અને મેચ જોતો હતો. અચાનક જ રવિ કારમાંથી નીચે પટકાયો હતો અને બેભાન થઇ ગયો હતો. આ દૃશ્ય જોઇ તેના મિત્રોએ મેચ અટકાવી તેની પાસે દોડી ગયા હતા અને છાતીમાં પમ્પિંગ શરૂ કરી તેને કારમાં જ હોસ્પિટલે લઇ ગયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટના અંગે જાણ થતાં પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને આગળની તપાસ હાથઘરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રવિ મોબાઇલના કવરનો વેપાર કરતો હતો અને તેને બે સંતાન છે. ક્રિકેટ રમતા રવિની જિંદગીની ઇનિંગ પૂરી થઇ જતાં બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો