Abtak Media Google News

રાજકોટ: વોર્ડ નં.12ના પૂર્વ કોંગ્રી કોર્પોરેટર વિજયભાઈ વાંક તથા ક્રિષ્ના ગ્રુપ દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે જન્મ લેનાર બાળકીને સોનાની ચૂક ભેટ આપવામાં આવે છે. આ પરંપરા તેઓએ આ વર્ષે પણ જાળવી રાખી હતી. જનાના હોસ્પિટલમાં આજે સવારે તેઓએ મુલાકાત લીધી હતી અને જે પરિવારના આંગણે લક્ષ્મીજીની પધરામણી થઈ છે તેઓને ગુલાબનું ફુલ આપી શુભકામના પાઠવવામાં આવી હતી અને સોનાની ચૂક પણ ભેટ સોગાદ તરીકે અપાઈ હતી. તેઓના આ કાર્યની ભારે સરાહન થઈ રહી છે.

Img 20210308 Wa0180

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.